________________
વિષમ વિષ તત્કાલ સૂર્યના મંડળથી અંધકાર સમૂહ નાશ પામે તેમ નાશ પામી ગયું; તેથી તે બંને સાવધાન થયા. અહીં ગરૂડ દેવે તે મુનિસરૂમ પાસે અંજળી જેડી તુષ્ટમાન ચિત્તે બેસીને ગરૂલ અધ્યયન શ્રવણ કર્યું. તે વખતે ગરૂલ અધ્યયનના વિષાપહારરૂપ મહાભ્યને ગુરૂ મુખે સાંભળીને વિસ્મય પામ્યા સતા તે બંને રાજપુ પણ તે મુનિ મહારાજના ચરણકમળમાં નમસ્કાર કરી તેમની સમીપે બેઠા. તે વખતે સુવર્ણકમાર નિકાયના અધિપતિ ગરૂડ દેવે તે રાજકુમારોને કહ્યું- હે રાજપુરો! જે આ મુનિરાજ અહીં પધાર્યા ન હતા અને તેમણે ગર્લ અધ્યયનને પાઠ કે ન હેત તે તમે ઓરમાન માતાએ આપેલા ઝેરથી મરણ પામ્યા હતા માટે આ વિશ્વ સેવિત મુનિ મહારાજ જેમણે તેમને જીવિતદાન આપ્યું છે તેમની સમ્યક્ પ્રકારે સેવા કરજો. ” આ પ્રમાણે કરી મુનિરાજને નમીને સુવર્ણ દેવ સ્થાને ગયે,
બંને રાજકુમારોએ સુવર્ણકુમાર કચેત હકીકતને સાંભળી સંસારથી વિરક્ત થઈ પિતાની આજ્ઞા લઇને તે મુનિરાજ પાસે ચારિત્ર ગ્રહણ કર્યું અને તીવ્ર તપને તપવા લાગ્યા, અનુક્રમે કાળધર્મ પામીને એ રાજપુત્ર તે તું વિધુતપ્રભ નામે અને નાને રાજપુત્ર વિદ્યુતસુંદર નામે પહેલા દેવલોકમાં દેવતા થયા. તેમાંથી વિદ્યુતસુંદર આયુષ પૂર્ણ થયે આવીને આ મદનદત્ત નામે કશાંબી નગરીના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com