________________
બુદ્ધિ) અને ધર્મનો નાશ કરનાર છે. માંસ પણ અત્યંત નિંદ્ય છે. એને માટે પણ કહ્યું છે કે-માંસ પંચેંદ્રિયના વધથી ઉત્પન્ન થયેલું, દુર્ગધી, અપવિત્ર, બીભત્સ, રાક્ષસ જેવાનું ભક્ષ, વ્યાધિઓને ઉત્પન્ન કરનાર અને દુર્ગતિનું મૂળ છે. આ પ્રમાણે હેવાથી મદિરા, માંસ અને બીજા પણ અભક્ષ અનtત કાયાદિને શ્રાવકે સર્વથા ત્યાગ કરે. આ વ્રતના ભેગા સંબંધી પાંચ અતિચાર છે તે આ પ્રમાણે
૧ સચિત્તનું પ્રત્યાખ્યાન કરનારને અનાભેગથી સચિત્ત ખવાઈ જાય અથવા પ્રમાણુ કરેલું હોય તેને પ્રભાણનું અતિક્રમ થાય તો તે સચિત્તાહાર અતિચાર,
૨ સચિનના ત્યાગીને વૃક્ષે લાગેલો ગુંદર ઉખેડીને તરત ખાવાથી અથવા ઠળિયા સહિત રાયણાદિ મુખમાં પ્રક્ષેપ કરવાથી લાગે તે સચિત્ત પ્રતિબદ્ધ આહાર અતિચાર,
૩ અગ્નિ વડે પકવ થયા વિનાની કણક વિગેરે ખાવાથી લાગે તે અપષધિ અતિચાર,
૪ પાંખ વિગેરે ખાવાથી લાગે તે દુ:પષિધિ અતિચાર.
૫ સાર વિનાના અથવા વલ્પ સારવાળા કોમળ મગની શિંગ વિગેરે પદાર્થો ખાવાથી લાગે તે તુઠોષધિ અતિચાર,
આજ વ્રતમાં, ભેગને ઉત્પન્ન કરનારા હેવાથી અતિ સાવદ્ય ( પાપ ચુત ) વ્યાપારમાળા પંદર કર્મીદાન ગણેલા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com