________________
(પ) પ્રકારે રતિ પ્રાપ્ત થઈ નહીં તેથી છેવટે કુમારે જ તેને બેલાવ્યો અને કહ્યું- હે બંધુ ! મારે એ અપરાધ ક્ષમા ' કર, કેમકે મેં જ્ઞાતતત્વ એવા તારૂં તે વખતનું બેલડું ઉવેખ્યું છે. આ પ્રમાણે કહી તેને જમાડીને રજા આપી. ત્યારથી પાછા પ્રથમ પ્રમાણે રાજપુત્ર અને શિવભૂતિ ગેછી મુખ અનુભવવા લાગ્યા. એકદા પરસ્પર પ્રશ્નોત્તર થવા લાગ્યા એટલે વણિક પુત્ર કાંઈક મિષ કરીને ત્યાંથી સિદ્ધસેન ગુરૂની પાસે ગયે અને વંદન નમસ્કારાદિ કરીને વિનંતિ કરી કે જેવા પ્રશ્નોત્તરવડે મારે મિત્ર રાજકુમાર પ્રતિબંધ પામે તેવા પ્રશ્નોત્તરે જ્ઞાનવ જાણુને મને કહે વા કૃપા કરે. ગુરૂએ જે પ્રશ્નોત્તરેથી તે બોધ પામે તેમ હતું તે શિવભૂતિને સૂચવ્યું, એટલે તેણે સભ્ય પ્રકારે તે પ્રશ્નોત્તર ધારી લીધા. પછી બીજે દિવસે યોગ્ય સમયે તે રાજપુત્રની પાસે આવ્યો; રાજપુત્રે તેને સન્માન આપ્યું. ૧છી બુદ્ધિમાન વિભૂતિ ત્યાં બેઠે એટલે પ્રશ્નોત્તરે ચાલ્યા.
એક મિત્ર પ્રશ્ન કર્યો-સર્વ પ્રિય કેણ કરે છે? સર્વ સહન કણ કરે છે? સમાન એવું નામ કયું છે? બ્રહ્મા અને અહંત બંનેનું એક નામ કયું છે ? અને છેલ્લે સમુદ્ર ક્ય છે? આટલા પ્રશ્નને એક વચનમાં ઉત્તર આપે. રાજપુત્રે તત્કાળ તેના ઉત્તરમાં કહ્યું- “સ્વયંભૂ રમણ* એ તમારા સર્વે પ્રશ્નનો ઉત્તર છે. (પતે કરે તે સર્વ પ્રિયજ કરે તેથી પ્રથમ પ્રશ્નને ઉતરવાં , સર્વ સહન કરનાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com