________________
(૫૨) વ્રત પાળીને હું સિધર્મ દેવલોકમાં રવતા થયે તું તે વ્રતને વિરાધીનેં અનેક ભવમાં મૃત્યુ પામી તિર્યંચાદિકના ભવ કરી અનેક દુ:ખ ભોગવીને આ ભવમાં ધરણ થયો છે.”
આ પ્રમાણે પિતાને પૂર્વ ભવ સાંભળી ઉત્તમ ભાવના વડે ધરણને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું, તેથી ગાઢ લોભને તજી દઈને તેણે દેશથી પાંચમું વ્રત અંગીકાર કર્યું. પછી દેવતાએ કહ્યું- હું અવધિજ્ઞાન વડે તારી આવી સ્થિતિ જઈને તને પ્રતિબોધ કરવા માટે અહીં રમાવ્યો હતો, તો હવે તું વ્રત અંગીકાર કરીને તેના આરાધનામાં પ્રમાદી થઈશ નહીં. આ પ્રમાણે કહી દેવતા પરિતુષ્ટ થઈને પોતાના સ્થાને ગયે. ધરણ પણ સંતોષને અંગીકાર કરી તુષ્ટ માન થઈને ત્યાંથી ચાલતો અનુક્રમે પિષ્ટપુરે પહે; ત્યાંના રાજાએ તેને સત્કાર કર્યો અને તેના પિતા વિગેરેએ અભિનંદન આપી ધર્મના ઉદ્યમ વિષે પૂછયું, એટલે તેણે પોતાના પૂર્વભવ વિગેરેની સર્વ વાત કહી બતાવી, આવી તેની શુભ આચરણથી સતષ પામીને હેમાદિત્યે પોતાની સર્વ લક્ષ્મી તેને આપીને ચારિત્ર ગ્રહણ કર્યું, નિરતિચાર ચારિત્ર પાળી સર્વ કમીને ક્ષય કરીને તે વિમળાદ્રિ ઉપર મોક્ષ પદને પામ્યા.
ધરણને તે પાછો દ્રવ્યના લાભથી લાભ વધતો ગયો, તેથી લીધેલા વ્રતનું વિરાધન કરી રેગગ્રસ્ત થઈ મૃત્યુ પામીને તે ભવમાં ભટક,
આ પ્રમાણે પરિગ્રહના અપરિમિતપણાનું અતિ દારૂણ કળ સાંભળીને અનંતસુખની સ્પૃહાવાળા વિવેકી પ્રાણી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com