________________
ગુરૂએ કહ્યું કે જેણે કરીને રાજ્યનિગ્રહ પ્રાપ્ત થાય એવું અદત્ત દ્રવ્ય દ્વિવિધ વિવિધ ગ્રહણ ન કરવું એ ત્રીજુ અણુવ્રત છે, તેના સ્તનાહત ( ચોરાઉ વસ્તુ લેવી) વિગેરે પાંચ અતિચાર છે, જે પ્રાણી એ અતિચારને વજીને નિરતિચાર પણે ચિરકાળ એ વ્રત પાળે તેને થોડા કાળમાં પ્રચૂર લક્ષ્મી પ્રાપ્ત થાય, જે પ્રાણી એ વ્રત ગ્રહણ ન કરે અથવા ગ્રહણ કરીને તેમાં અતિચાર લડે તે પ્રાણું આ ભવમાં અનેક પ્રકારનાં દુ:ખ ભોગવે અને પરભવમાં નર્કગતિને પામે. આ પ્રમાણે સાંભળીને શબે ત્રીજું અણુવ્રત ગ્રહણ કર્યું અને ઘણા કાળ પર્યત નિરતિચારપણે પાળ્યું. અનુક્રમે તેને આઠ પુત્રીઓ થઈ અને તેના વિવાહાદિ કાર્યમાં તેનું સર્વ દ્રવ્ય વિનાશ પામ્યું. પછી ત્યાં નિર્વાહ ન થવાથી કેઈ નજીકના ગામડામાં જઈને રા, પરંતુ દ્રવ્ય પ્રાપ્તિને માટે તેણે ત્યાં ત્રીજા અણુવ્રતમાં વારંવાર અતિચારે લગાડયા, પ્રાંત અતિચારેને આવ્યા વિના કાળે કરીને તે ફિલિવષ દેવતા થયે ત્યાંથી ચ્યવીને તું ઈદ્રદત્ત ઘ છે. પૂર્વ લગાડેલા અતિચારથી આ ભવમાં તારૂં વડિલોપાર્જીત સર્વ દ્રવ્ય ક્ષય પામી ગયું અને નવું પણ ઉપાર્જન થઇ શકયું નહીં. આ પ્રમાણે મારા પૂર્વ ભવને સાંભળીને મને જાતિ સ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું, મેં મારે પૂર્વ ભવ દીઠે, તેથી મને ઉજવળ ભાવના ઉત્પન્ન થવાથી મેં તે મુનિરાજની પાસે ચારિત્ર પ્રહણ કર્યું. આ માટે ચારિત્રનો હેતુ છે. '
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com