________________
પ્રમાણે ગુરૂ મહારાજે કહેલા વ્રતના સ્વરૂપને જાણીને યા દેવે તે પ્રથમ વ્રત અંગીકાર કર્યું. પરંતુ શિવદેવ કોપાન્વિત ચિત્તવાળે હોવાથી તેણે તે વ્રત ગ્રહણ કર્યું નહીં. પછી ગુરૂ મહારાજને નમીને સે સ્વસ્થાનકે આવ્યા,
શિવદેવે જ્યારે સાંભળ્યું કે મનસુંદરીનંદિઘોષને પરણી ત્યારે તે બેલ્યો-“સંધિપાળના એ પુત્રને હું જરૂર મારી અને જ્યાં સુધી મારી નહીં શકું ત્યાં સુધી શય્યા ઉપર સૂઇશ નહીં તેમજ પુષ્પમાળા વિગેરે ધારણ કરીશ નહીં.' મંત્રી તેને આ મહા માટે સંકલ્પ સાંભળીને વિરાગ્ય પામે. તેથી તરતજ ગુરુ મહારાજ પાસે જઈને તેણે ચારિત્ર અંગીકાર કર્યું. પાછળ યજ્ઞદેવે તે સર્વ વાત રાજ પાસે જઈને નિવેદન કરી.
રાજાએ તુષ્ટમાન થઈને યજ્ઞદેવને મંત્રીપદ આપ્યું અને શિવદેવને બોલાવીને તેણે ધારેલા કાર્યની મનાઈ કરી; ત્યાં તે તેણે રાજાના ઉપરોધથી તેમનું કહેવું કબુલ કર્યું, પરંતુ તે રાત્રે દિવસ સર્પની જેમ નંદિઘોષના છળ જેવા લાગ્યો. એ પ્રમાણે કેટલાક દિવસે વ્યતિકમ્યા. એકદા અનંગ ત્રયોદશીને દિવસે વસંત ઋતુમાં નગરના સર્વે લોકે સર્વ ઋદ્ધિ સમેત ક્રીડા કરવા માટે વનમાં ગયા છે, તે દિવસે શિવદેવના હેર પુરૂષે આવીને તેને ખબર આપ્યા કે આજે સાંજે અલ્પ પરિવારે નદિધેષ ઉદ્યાનમાં જનાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com