________________
(૧) ત્યાં આવ્યા. આ હકીકત સાંભળીને મંત્રીપુત્ર શિવદેવ બાલ્યો-“ એ મદન સુંદરીને જે એ દુષ્ટાત્મા નદિપ પર હશે તો હું એને જરૂર અમને ઘેર પહોંચાડીશ.’ આવે તેને માટે વિચાર જાણીને મંત્રીએ યજ્ઞદેવને કહ્યું- આ શિવદેવને આ પાપકર્મમાંથી શી રીતે નિવતાવવો? ” પણ વળી તે બે-“હા, યાદ આવ્યું આપણે તેને કેાઈ રીતે વજસેન ગુરૂ મહારાજ પાસે લઈ જવો; તે જરૂર તેને પ્રતિબદ્ધ પમાડશે. આ પ્રમાણે વિચારી બંને પુત્રને લઇને તે ગુરૂ મહારાજ પાસે ગયે. ત્યાં તેમને નમસ્કાર કરીને આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરી – હે પ્રભુ! અમને ગ્રહીધર્મનું સ્વરૂપ તેના ફળ સહિત કહો ગુરૂ મહારાજ બોલ્યા “સર્વત્ર દયામૂળ ધર્મ કહેલો છે. તે ધર્મ અભયદાનવડે અત્યંત ફળને આપનાર છે. તેમાં દ્વિવિધ ત્રિવિધ નિરપરાધી ત્રસ જંતુઓને વધન જે નિષેધ તે પ્રથમ વ્રત છે, અને તે જ વાસ્તવીક ધર્મ છે; શેષ વ્રતે આ વતની રક્ષાને માટે ફરતી વાડરૂપ છે; એ તેના આરાધનથી મનુષ્યના અને દેવતાના સુખ પ્રાપ્ત થાય છે અને અનુક્રમે મોક્ષ મળે છે. આ પ્રથમ વ્રતના કોધથી ઉત્પન થયેલા એવા વધ બંધનાદિક પાંચ અતિચાર છે તે જાણીને યત્ન પૂર્વક વર્જવા; એ વતને જે પ્રાણિ ગ્રહણ કરતા નથી અથવા ગ્રહણ કરીને અતિચાર લગાડે છે તે મહા મા એવા દુર્ગતિના દુઃખ નિશ્ચયે ચિરકાળ પતિ ભગવે છે. આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com