________________
(૧૧૧ ) દય થ એટલે શ્રેણીઓ અકસ્માત તે ચારેને મુનિ વષમાં જે નમસ્કાર કરીને પૂછયું-પૂર્વાપર વિરોધી એવું આ શું ? એટલે કે ક્યાં રાત્રિએ તમારૂં ચારપણું અને કયાં અત્યારે તમારૂં મુનિપરું? ” તેઓ બેલ્યા- “આ ભાવથી ત્રીજે ભવે તુરામિણ નામની નગરીમાં અમે ચારે કેશરી વિના પુત્ર હતા. અમારા પિતા મરણ પામવાથી તેના વિગથી વિધુર થયેલા અમે પરલોકમાં આદરવાળા થઇને તીર્થયાત્રા કરવા નીકળ્યા. માર્ગે ચાલતાં સુધાદિક વ્યથાથી મૂર્ણિ થયેલા એક મુનિને અમે જેયા, તેથી અમે તેને પ્રયત્ન વડે તત્કાળ સજજ કર્યા પછી તેમની પાસેથી ધર્મ સાંભળીને અમે દીક્ષા ગ્રહણ કરી અને તેમની સાથે જ વિહાર કરવા લાગ્યા. તપ તપવા લાગ્યા અને પૂર્વગત શ્રુતનો પણ અભ્યાસ કરવા લાગ્યા. તે ભવમાં કુળમદ કરી મરણ પામી. ને અમે પહેલા દેવલોકમાં દેવતા થયા. ત્યાંથી આવીને પૂર્વ ભવમાં કરેલા કુળમદથી અમે તસ્કરને કુળમાં ઉત્પન્ન થયા. આજે રાત્રિએ તમારા ઘરને લુંટતાં તમે પિતાના આત્માને અનુશિષ્ટિ આપતા હતા, તે સાંભળીને અમે જાતિ મરણ પામ્યા અને ચારિત્ર ગ્રહણ કર્યું. આ પ્રમાણેની અમારી હકીકત છે. ધર્મમાં નિશ્ચળ ચિત્તવાળા તને ધર્મ લાભ થાઓ.” આ પ્રમાણે કહીને તે ચારે મુનિઓએ અન્યત્ર વિહાર કર્યો. - બ્રહ્મસેન શ્રેષ્ઠી ચિરકાળ દઢપણે ધર્મરાધના કરીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com