________________
(૧૧૦) કોઈ ચાર પુરુષે નિરંતર આવી આવીને બેસવા લાગ્યા. વિશેષ પરિચયથી તેમણે શ્રેણીના પિષધ કરવાના દિવસની તથા વખતની માહિતી મેળવી. અન્યદા શ્રેષ્ઠીએ આઠ પહે રન પિષધ કર્યો તે રાત્રિએ પહેલે પહેર વિત્યા પછી સર્વ લેકે સુઈ ગયા એટલે તે ચાર જણા ખાતર પાડવા તેના ઘરમાં પેઠા અને ઘર લુંટવા લાગ્યા, તેના ગમનાગમનથી શ્રેણી જગ્યા અને તેઓને ધર લુંટય જાણ્યા, તથાપિ કિંચિત્ માત્ર પણ શુભ ધ્યાનથી ચલિત થયા નહિપર્વતની જેમ સ્થિર રહ્યા. સવેગના અતિશયપણુથી તે મુખે બેલીને પોતાના આત્માને શિખામણ દેવા લાગ્યાKરે જીવ! ધન ધાન્યાદિકમાં સર્વથા મોહ પામીશ નહીં, એ પરિગ્રહ તે તારાથી બાહ્ય છે, તુચ્છ છે, દુખદાયક છે અને ભવ ભવમાં પરિભ્રમણ કરાવનાર છે, માટે તેનાથી વિપરિત એવા એટલે તારા પરમ હિતકારી, ભવભ્રમણમાંથી છોડાવનાર અને તારા અંતતિ એવા ધર્મને વિષે ચિત્તને દઢ કર.” આ પ્રમાણેની આત્માનુશિષ્ટિ શ્રેણીને મુખેથી સાંભળીને તે ચારે ભયનો નાશ કરનારી ભાવના આ પ્રમાણે ભાવવા લાગ્યા. અહ! આ શ્રેણીને ધન્ય છે કે જે પિતાના દ્રવ્યને વિષે પણ નિસ્પૃહ છે! અને અમેજ એક અધન્ય છીએ કે જે પારકા દ્રવ્યને વાંછીએ છીએ, 22 આ પ્રમાણે ઉત્તમ ભાવના ભાવતાં લધુ કમપણથી તે ચારે ચોર જાતિસ્મરણ પામ્યા અને દેવતાએ આપેલ મુનિવેષ અંગિકાર કરીને તેઓએ મુનિ પણ ધારણ કર્યું. સૂર્યો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com