________________
પોતેર દેરાસરે દેહરા પાંચ વિસાલ; સવાતેરસે બિબને વંદન કરૂ ત્રિકાલ. ખપાટીયાચકલાતણા દેહરાસર છે જેહ, અભિનંદન જિન દેહરે હવે હું પ્રણમુ તે.
હાલ બીજી.
મુની માનસરોવર હંસલે, એ દેશી. ગોપીપુરાથકી પાધરા ચાલે ચતુર મન લાયે રે; ખપાટીયે ચકલે જઈ વંદો શ્રીજિનરાય રે. શ્રીજિનબિંબ જોહારીયે વારીયે કુમતિકુસંગે રે, મેહમિથ્યાત નીવારીયે ધારી જિનગુણ રંગો રે. શ્રી. ૨ પ્રથમ નમું જિન દેહરે અભિનંદન જિનચંદો રે, છયાસી બિંબ પાષાણમેં ભાવસુ ભવિ વંદે રે. શ્રી. ૩ ધાતુમેં સંધ્યા કહું દેયસત ને અડસટ્ટો રે; પાંચ રતનમેં સર્વે થઈ તીનસયા ગુણસો રે. શ્રી. ૪ ઘર ઘર દેરાસરતણું સંધ્યાયે ચોવીસે રે; એક ખાસી બિંબને પ્રણમીજે નિસદિસે રે. શ્રી. ૫ તિહાથી કલાપીઠે જાઈયેં સરાસુધી સુજાણે રે; ઉગણીસ દેરાસરતણું બિંબસંખ્યા હવે જાણે રે. શ્રી. ૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com