________________
ભવભીરૂ પ્રાણીઓ તે ડગલે ડગલે ભગવાનની વાણીનું બહુમાનજ ભાવે. પાપથી ડરે, ઉસૂત્રથી ત્રાસે, જ્યાં પોતાને જ્ઞાનાદિ ક્ષપશમ ન્યુન હોય ત્યાં તે તે કર્મને પશ્ચાતાપ કરે. વિશુદ્ધ બ્રહ્મચર્ય, તપશ્ચર્યા, વિરતિથી કર્મની નિર્જરા કરે.
મનુષ્ય જન્મજ અતિશ્ય દુર્લભ છે, તે પછી આર્યક્ષેત્ર, આર્યકુલ, સુદેવ, સુગુરૂ, સુધર્મને સાનુકૂળ સંયોગ એ બધાની દુર્લભતા તો જરૂર અધિકાધિકજ છે. એ બધું પ્રાપ્ત કરી જડવાદમાં જકડાઈ જઈ વ્યર્થ ગુમાવવું વિવેકી પ્રાણુઓ. માટે ઉચિત નથી.
जिनेन्द्र पूजागुरु पर्युपास्ति,
सत्त्वानुकम्पा शुभपात्रदानम् । गुणानुरागः श्रुतिराग मस्य,
नृजन्मवृक्षस्य पालान्यमूनि ॥ અથ–જિનેંદ્રની પૂજા, ગુરૂની ઉપાસના, પ્રાણિમાત્ર પર દયાભાવ, શુભપાત્રમાં દાન, ગુણ જનપર પ્રીતિ અને આગમનું શ્રવણ આ સર્વ મનુષ્ય જન્મરૂપ વૃક્ષનાં ફળ છે.
વધારે શું કહેવું, વીરવાણીમાં આત્મકલ્યાણ છે, જડવાદની જમાનાવાદની વ્યર્થ વાણુમાં બહિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com