________________
મહારાજનાં પગલાં પધરાવવામાં આવ્યા છે, અને એમની મતિ પણ પધરાવવામાં આવી છે.
આરસપર પંચતીર્થીના ફટએ ચિતરવામાં આવ્યા છે, જે ચિત્રકામ ઘણું સુંદર અને પ્રેક્ષાય છે. ૨. શ્રી મહાવીરસ્વામિજીનું દેરાસર
દેરાસનું નામ–શ્રી મહાવીર સ્વામિજીનું દેરાસર. સ્થળગોપીપુરા (ખાડીપર) મૂલનાયક-શ્રી મહાવીરસ્વામિજી ભગવાન.
વહિવટદાર–શેઠ નવલચંદ ઘેલાભાઈ. આનસુર ગચ્છવાળાને વહીવટ છે.
દ્વારપરનો લેખ– ૐ નમઃ સંવત ૧૯૮૧માં જીર્ણોદ્ધાર કરાવ્યા ઝવેરી હીરાભાઈ રતનચંદ હેમચંદ સુખડીઆએ. કવિ લાધાશાહ પોતાની ચિત્યપરિપાટીમાં નીચે મુજબ લખે છે.
પાંચમે શ્રી મહાવીરજી ભૂવન બિબ અતિ સેહેરે, પાંચ પ્રભુ પાષાણ એ નિરખતા ભવિ મન મેહરે; એકલમલ પંચ તીરથી પાટલીએ પ્રભુ ધારે એકતાલીસ સર્વે થઈ ધાતુમય સુવિચારો.
આ દેરાસર ઘણા પ્રાચીન સમયનું હોય એમ જણાય છે. મૂર્તિ અતિ ભવ્ય છે, આહલાદક છે. ભગવાન શ્રી મહાવીરસ્વામિજીના જન્મકલ્યાણકના મહોત્સવના દિવસે, પર્યુષણામાં ખાસ કરીને લેકે દર્શને આવે છે. વિશુદ્ધ ભાવનાવાળાઓ માટે તે શ્રી જિનચૈત્ય
સ્વર્ગની અને પ્રાતે મોક્ષની સીડી તુલ્ય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com