________________
પ્રસ્તાવના, પ્રાચીન અને અર્વાચીન વિદ્યાના પ્રકાશ તથા પ્રસારથી દરેક બાબતની તપાસ કરતાં આપણે શીખ્યા છીએ. આથી હાલમાં કેટલાંક વર્ષોથી આપણી સંસારિક, રાજકીય ને ધાર્મિક સ્થિતિ વિષે કેટલાક મહાભારત પ્રશ્ન ઉત્પન્ન થયા છે, ને તે ઉપર ચર્ચા ચાલી રહી છે. એવા પ્રશ્ન “સુધારાના નામથી અને તે ઉત્પન્ન કરનારા સુધારાવાળા” ના નામથી ઓળખાયા.
પશ્ચિમાત્ય કેળવણીના પ્રસારથી હાલને સુધારે જન્મ પામ્યા એમ કહીએ તો તે ખોટું નથી. અંગ્રેજી ભણેલાઓએ દેશમાં કેટટલીક હાનિકારક અને દુષ્ટ રૂઢીઓ દીઠી. તેઓ પે.સાના બીજા બધુઓની માફક પડેલે ચીલે આંખ મીચીને ચાલવાને બદલે એવી જે રૂઢીઓ હતી તેને ટાળી કાઢી તેથી નિપજતાં હાનિકારક પરિણામ બતાવવા લાગ્યા ને કહેવા લાગ્યા કે અહીં સુધારો કરવાની જરૂર છે. એ સુધારાને ઝુંડે કેટલાંક વર્ષે તે નિર્ભયતાથી ઘુમ્યા. એમાંના ઘણાક વિષયે જુના વિચારના લોકોને અરૂચિકર લાગ્યા ને કેટલાક તે એમના ધાર્મિક વિચારોની આડે આવવા લાગ્યા, તેથી તેઓની ઇચ્છા આ નવું આવતું પૂર રોકવાની હતી, પરંતુ તે પૂર શી રીતે રોકવું તે તેમને માલમ નહતું, તે રોકવાની તેમનામાં બુદ્ધિ નહેતી, ને તે રોકવાની તેમનામાં શક્તિ પણ નહતી; તેથી તેઓ મુંગા મુંગા બેસી રહી સુધારાવાળા જે કરે તે જોયા કરતા હતા. અલબત વખતે વખતે લાગ આવ્યે નાતનું હથિયાર ખડુ કરી દેતા, ને સુધારાવાળાને પજવતા, તેમને નાસ્તિક નાસ્તિક કહી તેમની નિંદ કરતા, ને સંસારિક બાબતમાં તેમને ભારબોજ પડવા દેતા નહેતા, એ આદિ ઘણું નીચા ઉપાયો એવા લકે લેતા. એમ કરતાં સુધારે સ્થાપન થયો ને તેની શિક્ષાપત્રી ઉત્પન્ન થઈ, પરંતુ નાના બધારણ આગળ, ને સામાન્ય કેળવણી તથા સ્ત્રીકેળવણીના અભાવ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com