________________
(૪૦) ઔદિચ નામથી ઓળખાયા.
કપિલ –બ્રાહ્મણ છે. કાવિ ગામ ઉપરથી નામ પડયું.
ખડાયતા –બ્રાહ્મણ અને વાણિયા બને છે. અમદાવાદ જીલ્લામાં પ્રાંતીજ પાસે ખડાલ ગામછે ત્યાં આગળ પ્રથમ ખડાયત નામનું નગર હતું તેના નામ ઉપરથી ત્યાંના બ્રાહ્મણ તે ખડાયતા બ્રામણ, અને વાણિયા તે ખડાયતા વાણિયા કહેવાયા. આ વર્ગ વળી પ્રથમ નાગરમાંથી ઉત્પન્ન થયાનું પ્રમાણ મળે છે.
ખેડાવાળ –ખેડા નામના નગર ઉપરથી નામ પડ્યું છે. માત્ર બ્રાહ્મણ છે.
જાંબુ –બ્રાહ્મણ છે, જંબુસર ઉપરથી થયા છે. દીંડું–વાણિયા છે. મારવાડમાં એ નામનું એક ગામ છે ત્યાંથી
૧ ગુજરાત સર્વ સંગ્રહમાં એમ કહ્યું છે કે “ખડાયતા તે પ્રાંતીજના ખડાલ ગામના; નાગર વાણિયામાંથી કંટાયેલા કહેવાય છે.” પૃષ્ટ ૮૨-૮૩. પરંતુ એ બરાબર નથી. પ્રાંતીજથી ત્રણ ગાઉ ઉપર સાભ્રમતીને કાંઠે એક મોટો ટેકરે છે તે જોવાથી જણાઈ આવે છે કે એ ટેકરે કોઈ પર્વત કે સ્વભાવિક ટેકરીને ભાગ નથી, પરંતુ એક મહાન પૂરાતન શહેરના દટાવાથી થએલો છે. ટેકરા ઉપર ચઢતાં અને ઉપર ચઢયા પછી અમારી આ કલ્પના ખરી હેવાને જોઈએ એટલે પુરાવા મળે છે. છેક ઉપરના ભાગમાં એક બાજુએ એક ભવ્ય અને ઘણીજ મજબુત હવેલીનું ખંડેર છે, તથા એક મહાભવ્ય દીવાલ છે તે જોતાં એ પાયમાલ થએલા શહેરની ઝાહેઝલાલી વિષે આપણા મનમાં કંઇક કલ્પના થાય છે. એ શહેર ધરતીકંપથી નાશ થયાને સંભવ વધારે છે, કારણ કે જે રીતે તેની પાયમાલી થએલી જણાય છે તે રીતે બીજા કોઈ કારણથી થવાનો સંભવ નથી. એ શહેર તે “ખડાયત” ને તે ઉપરથી ખડાયતા.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com