________________
(૧૦૧): નથી. હવે અન્ય દેશની પ્રજાઓની વર્ણવ્યવસ્થા સાથે મુકાબલે કરવાનો રહે; તે કરતાં પણ આપણે તે અસંતોષને અસતેષ રહેવાને ! અમે પ્રથમ બતાવી ગયા છીએ કે આપણે નાતો કઈ પણ પ્રજામાં નથી ને આપણી વર્ણવ્યવસ્થા પણ કોઈ પ્રજામાં નથી, ત્યારે હવે મુકાબલો શેને કર ! બીજી પ્રજાઓમાં જે ઉંચ નીચના ભેદ છે તેની સાથે કરવાને રહ્યા. કોઈ કોઈ પ્રજામાં એવા ભેદો દહાડે દહાડે વધતા જાય છે તેથી હાનિઓ થવા માંડી છે, તેમ છતાં પણ તે ભેદેને આપણે નાન વચ્ચે મુકાબલાનું કશું સામાન્ય કારણ નથી. જ્યારે બીજી પ્રજામાં ભેદોને આધાર સંસાર સ્થિતિ ઉપર છે ત્યારે આપણે પ્રજાની નાતને આધાર ધર્મ ઉપર છે, જ્યારે બીજી પ્રજાઓના ભેદોને આધાર જન્મ ઉપર બિલકુલ નથી, ત્યારે આપણી નાતને આધાર તો તદન જન્મ ઉપર જ છે, જ્યારે બીજી પ્રજાઓમાં ભાણા વ્યવહારના બિલકુલ પ્રતિબંધ નથી, ત્યારે આપણુમાં એવા પ્રતિબધે ઘણું છે, જ્યારે બીજી પ્રજાઓમાં લગ્ન વ્યવહારના ભેદને આધાર ઉંચ નીચ સ્થિતિ ઉપર છે, ત્યારે આપણામાં જન્મ ઉપર તથા સ્થળ ઉપર છે. હવે સહેજ સમજવામાં આવશે કે આપણું નાતને મુકાબલે અન્ય પ્રજાઓના ભેદ સાથે થઈ શકતો નથી. જ્યારે અન્ય પ્રજાઓમાં આપણે જેવી વર્ણવ્યવસ્થા નથી, ત્યારે ત્યાં આપણું વર્ણવ્યવસ્થાથી જે જે હાનિકારક પરિ. ણામે નિપજ્યાં છે તે ન નિપજે એ પણ સ્વભાવિક છે. વળી વધારામાં બીજી પ્રજાની લગ્ન રૂઢીઓ અને આપણું લગ્ન રૂઢીઓમાં પણ બહુજ તફાવત છે એટલે આપણામાં જેવી હાનિકારક રૂઢીઓ
- ૧ “કેસ્ટને દંગ્રેજી નિબંધ, પૃષ્ટ ૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com