SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૧ મુખ્ય નિયમ છે. હિંદુ માત્રને આ પંથમાં દાખલ થવાની છૂટ રાખેલી છે. આ ધર્મસભામાં દાખલ થનાર પાસે વરસ દિવસે અમુક ફી ઠરાવેલી છે અને ચૂંટણીનું ધોરણ રાખી સભાના મેમ્બરોમાંથી ૧૮ ગૃહસ્થને ચુંટી કાઢી તેમને ધર્મસભાના દરેક કાર્યની વ્યવસ્થા કરવાનું સેપવામાં અાવે છે. અને વરસમાં એક વખત ચુંટણું થાય છે. આ સભા તરફથી એક સ્કુલ, એક કન્યાશાળા, એક ગાશાળા, એક લાયબ્રેરી વિગેરે ચલાવવામાં આવે છે. આ સભામાં શિકારપુર અને તેની આજુ બાજુના જિલ્લાઓમાં મળી લગભગ ૨૦૦૦ માણસે દાખલ થયેલા છે. થીઓસોફીકલ એસાઈટી. ફશિઆમાં કોઈ અમીરી કુટુંબની એક બાળા મેડમ બ્લેટકીને સંસાર સંગે કેસસ તરફ રહેવાનું થતાં તેને કોઈ જ્ઞાનસ્થ મહાભાને સહવાસ સાતેક વરસ સુધી રહ્યો હતો. એટલે સમય તે ગુપ્ત થયેલી મનાતી હતી. પાછી આવ્યા પછી તેને અમેરિકા જવા આજ્ઞા થવાથી તે અમેરિકા ગઈ હતી. આ સમયે ત્યાં પ્રેતવાહનની વાત ધમધાકારે ચાલતી હતી. તે ી તપાસ માટે કરનલ આલકાટ નામે ગૃહસ્થ ગયો હતો. ત્યાં તેમની મેડમ ઑટસ્કી સાથે મુલાકાત થતાં તેણે કર્નલને સમજવું કે ખરી યોગ સિદ્ધિ આગળ આ વાત તદન નિમલ્ય છે. તેથી એ બંને જ મળી આત્મવિઘાની શોધ માટે ન્યુયોર્કમાં સને ૧૮૭૫ માં થી ગાશીકલ સોસાઈટી સ્થાપના કરી. વધુ તપાસ કરતાં તેમને માલુમ પડયું કે આર્યધર્મમાં આ વિશે જેટલું રહસ્ય છે, તેટલું બીજ કોઈ સ્થળે નથી, માટે તેમણે સને ૧૮૭૮ માં આર્યસમાજના સ્થાપક મહર્ષિ સ્વામી દયાનંદ સાથે પત્રવવ્યહાર શરૂ કર્યો. સ્વામિસ્ત્રીએ તેમને જવાબરૂપે લખેલા પત્રમાં આપેલા બધથી આનંદ પામી તા. ૨૨-૫-૧૮૭૮ ના રોજ સોસાઈટીની સભાના અધિવેશનમાં તેની પૂરેપ, અમેરિકા, વિગેરેની શાખાઓ માટે સ્વામિને આચાર્ય સંસ્થાપક અને સરદાર માનવા બાબતને ઠરાવ પસાર કર્યો હતો. પછી અખાત્મ વિવાની વિશેષ માહિતિ મેળવન, માટે તે બંને જણ પિતાની માલમિલકત તછ આ દેશમાં આવ્યાં અને સ્વામિત્રીની સાથે રહીને ધર્મના સત્ય સ્વરૂપનો લેકેને ઉપદેશ આપવાની ઇરછા પ્રદર્શિત કરી સાથે રહી ધર્મપ્રચાર કરવા માંડયો; પરંતુ અવતારવાદ અને મહાત્માને મેળાપ વિગેરે બાબતેમાં સ્વામીશ્રી તેમને મળતા ન થવાથી તેમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034775
Book TitleBharatno Dharmik Itihas
Original Sutra AuthorN/A
AuthorManilal Lallubhai Pedhi
PublisherManilal Lallubhai Pedhi
Publication Year1919
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy