SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ પંથ ફેલાયો, હજુ પણ આ પંથના અનુયાયી બુદેલખંડમાં છે અને તેઓ પોતાના મતને પ્રાણનાથી પંથ કહે છે. આ પંથવાળાઓએ વિ બ્રુવ અને સ્વામી ધર્મનાં મુળ તો ગ્રહણ કર્યા છે. મુસલમાનોને પણ આ પંથમાં દાખલ કરે છે. સ્નાન શિચાદિથી પવિત્ર રહી શ્રી કૃષ્ણના બાળસ્વરૂપનું ગાન કરે છે. મૂર્તિને માનતા નથી, અળશીની માળા પહેરે છે અને વૈષ્ણવ ધર્મવાળા કરતાં જરા નાક ઉપરથી તિલક કરી વચમાં કંકની બિંદી કરે છે. કુલીયમ સ્વરૂપ નામનું શ્રી પ્રાણથજીનું બનાવેલું પુસ્તક પવિત્ર માની મંદિરમાં તેની પુજા કરે છે. આ પંથના સાધુઓ યોગ અને આત્મજ્ઞાનમાં કુશળ છે, અને આચાર્ય ત્યાગી છે. આ પંથને ચાકળા પંથ તથા મરાજ પંથ પણ કહે છે. ઉદ્ધવિ સંપ્રદાય અથવા સ્વામિનારાયણને પંથ. આ સંપ્રદાયના સ્થાપક સ્વામિ સહજાનંદનો જન્મ ઈ. સ. ૧૭૮૧ માં છપૈયા ગામમાં સરવરીયા બ્રાહ્મણ કર્મદેવની ભક્તિદેવી નામની સ્ત્રીને પેટે થયો હતો. તેમનું પૂર્વાશ્રમનું નામ હરિકૃષ્ણ ઉરક ઘનશ્યામ હતું, તેમની અઢી વરસની ઉમ્મરે તેમનાં માબાપ અાદયામાં રહેવા આવ્યા હતાં ત્યાં જ તેમને આઠમે વરસે જનોઈ સંસ્કાર થયે હતો અમે તેમની ૧૧ વર્ષની ઉમ્મર થઈ ત્યારે તેમનાં માબાપ મર્ણ પામ્યાં હતાં. તેથી તેઓ બ્રહ્મચારી વેશે તીર્થયાત્રા કરવા નીકળ્યા અને બદ્રિકાશ્રમમાં ગોપાળ નામના યોગી પાસેથી કેટલીક વિશા શીખી રામેશ્વર, પંઢરપુર, ભીમનાથ થઈ ભુજ આવ્યા. અને રામાનંદ સ્વામિ પાસે સંન્યાસ દીક્ષા લેઈ સહજાનંદ નામ ધારણ કર્યું. ૧૮૦૨ માં રામાનંદ સમાધિસ્થ થયા એટલે તેમને ગાદી મળી, પછી તેમણે માંગરોળમાં આવી સમાધિ પ્રકરણ ઉઠાવ્યું, તેમની યોગડિયા જોઈ ઘણાક સાધુઓ તેમના શિષ્ય થયા. કાઠિયાવાડમાં કેટલાક લેકે લટફાટ કરતા હતા અને પુષ્ટિપથની અનિતિની પણ કઈ કઈ વાતે બહાર આવેલી જઈ શિખ્યોના આગ્રહથી તેમણે આ પંથ સ્થાપન કર્યો. શરૂઆતમાં ગઢડાના દરબાર દાદાખાચરને ઉપદેશ આપી શિષ્ય કર્યો અને તેની મદદથી તેની રાજ્યમાં રહેનારા લોકોને ઉપદેશ કરી આ પંથના અનુયાયી કર્યા. | સ્વામિ પતે તે અપ૮ હતા; પરંતુ નેટિક દાચારી, ઉચ્ચાજયી અને સમાન ભાવનાવાળા હતા. તેથી ઉપદેશ આપવાનું કામ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034775
Book TitleBharatno Dharmik Itihas
Original Sutra AuthorN/A
AuthorManilal Lallubhai Pedhi
PublisherManilal Lallubhai Pedhi
Publication Year1919
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy