SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ મેિવાડ, મારવાડ વિગેરે સ્થળોએ ફરી ધર્મપ્રચાર કરી ૨પર શિષ્યો કર્યા. તેમના પછી તેમના સાત પુત્રોએ બાળકૃષ્ણની જુદી જુદી સાત મુર્તિઓ ગોવરધન પર્વત ઉપર સ્થાપન કરી તેઓ અકેક મૂર્તિના પુજારી થઈને રહ્યા હતા. એક દિવસે આગ્રાના તાજમહેલ ઉપર ચઢીને શહાજહાન બાદશાહે જોયું તો દુર દીવાનું અજવાળું જણાયું, તેથી પિતાના મહેલ કરતાં બીજાની ઈમારત ઊંચી ન રાખવા માટે મંદિર તોડી . પાડવાને તેમણે હુકમ કર્યો ! આ વાતની ખબર પડતાં સે પોતપોતાની મૂર્તિઓ લેઈ જુદે જુદે ઠેકાણે ગયા, અને ત્યાં તેમની સ્થાપના કરી ધર્મપ્રચારનું કામ શરૂ રાખી સમય સમયને અનુકુળ ભપકા અને ઠાઠમાઠ સાથે ભજન કિર્તન અને પુજાવિધિ ચલાવવા લાગ્યા, શ્રીકૃષ્ણની રાસલીલા ભજવાવી લોકનાં મનને આકષણ કરવાનો પ્રયાસ કર્યો, અને ‘મરાસવારિરિ એ શ્લોક ચરણ બતાવી મૂર્તિને ધરાવેલા પ્રસાદ ભક્તજનોને તારવા માટે છૂટથી વહેચવાની નિતિ અત્યાર કરી!! તેથી સંસારમાં રચીપચો રહેલા લેકનું વલણ આચાર, સુઘડતાઈ અને મંદિરોને ઠાઠ જોઈ તે તરફ વળ્યું. ફક્ત ભક્તિ અને પ્રસાદથી જ મોક્ષ મળવાને સરળ રસ્તો સર્વને પસંદ પડયે અને જૈન મત માનનારા ૧ શ્રી નાથદ્વારમાં–શ્રી નાથજીની, કાંકરેલીમાં–શ્રીદ્વારિકાનાથજીની, કોટામાંશ્રીમથુરેશની, જયપુરમાં–શ્રી મદનમોહનજીની, શ્રી ગોકુળમાં–શ્રી ગોકુળનાથની, સુરતમાં–શ્રી બાળકૃષ્ણ છરી અને અમદાવાદમાં–શ્રી નટવરલાલની. એ સિવાય હાલમાં વિરમગામ, કામવન, નડીઆદ, મુંબઇ, પોરબંદર અને જામનગર વિગેરે ઘણા ગામમાં મંદિરે સ્થાપી આચાર્યો રહે છે. ૨ પ્રસાદ એટલે શ્રીકૃષ્ણ ગીતાજી મારફતે આપેલા સર્વોત્તમ ઉપદેશ. તે પ્રમાણે વર્તણુક રા યવા થી બે શક તરી જવાયજ; પરંતુ મૂર્તિને ધરાવેલ મિષ્ટાનને પ્રસાદ ગગુ આરોગવાથી તરાય કે કેમ ? ! આ લેક નીચે પ્રમાણે છે. મુજ પ્રસાદથી દુ:ખ સ, મચિત થઈ તરીશ; પણ ગર્વ ન સૂણીશ તે, વિનાશને પામીશ. (ગીતા અ ૧૮-૫૮) હવે, વિચારે. મૂર્તિને ધરાવેલ મિષ્ટાનાદિજ પ્રસાદ હોય તે આ કને બીજો અધ ભાગે “ જે ગર્વે ન સૂગશ, તે વિનાશને પામીશ.” એવું કહેવાને શે હેતુ ? માટે પ્રસાદને અર્થ ઉપદેશ હોવો જોઇએ. - આ પ્રસાદનો રિવાજ શિવ સંપ્રદાય સિવાય દરેક નાના મહેટા પંથમાં પણ દાખલ થયેલો જણાય છે. કેમ ન થાય?! શિષ્ય વધારવાને આથી સવ નમ ઉપાય બીજે ક્યાં છે ? ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat WWW.umaragyanbhandar.com
SR No.034775
Book TitleBharatno Dharmik Itihas
Original Sutra AuthorN/A
AuthorManilal Lallubhai Pedhi
PublisherManilal Lallubhai Pedhi
Publication Year1919
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy