SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૫ કળ પ્રાપ્ત થાય તેમ જણાતું નથી. આત્માની શુદ્ધિ વગર મુક્તિ થાય નહિ માટે તેણે ઉપદેશ કરવા માંડે કે “ પિતાને આત્મા ઈશ્વરનો અંશ છે. સત્ય બોલવું, વેદના જ્ઞાનકાંડને માન, ઋતુકાળ સાચવ, માંસ મદિરાનો ઉપયોગ ન કરવો અને ગુરૂ આસાને ઈશ્વરની આજ્ઞા સમજવી. મૂર્તિપુજ અસત્ય છે. ઈશ્વર અવતાર લેતો નથી. શ્રુતિ સ્મૃતિ અને પુરાણદિને ન માનવાં અને ગુરૂએ લખ્યો તે જ વેદ છે માટે તેની પુજા કરવી. અધર્મિઓનો નાશ કરવાથી પ્રભુ પ્રસન્ન થાય છે. દયાન, ધારણ અને સમાધિથી સ્વર્ગે જવાય છે. આપણી કાયા એજ ગોવિંદનું મકાન છે, તેથી જીવ હિંસા કરવી નહિ. અપવાસ વિગેરે કરી મિતાહારી રહેવાથી શરીરના વિકારો દુર થઈ ગોવિંદની જ્યોતિ દેખાય છે. શુદ્ધ અંત:કરણથી ઈશ્વરની ઉપાસના કરવી. ઇશ્વર એક જ છે. જુદા જુદા ધર્મો જણાય છે તે માણસના કપિત છે. આત્મજ્ઞાન ઈશ્વરનું તત્વ જણાવે છે માટે તે મેળવવું. સતકાર્ય અને સદાચારથી સર્વ શક્તિમાન પ્રભુના આશિષપાત્ર થવાય છે. સંસાર વિરાગ કે સંન્યાસની જરૂર નથી. જેનાથી હૃદયની શાંતિ થાય, જેનાથી પવિત્ર થવાય અને ઉદાર એરિક તત્વ ફેલાય તેનેજ જીવનને સાર સમજે, જેનું હૃદય ચિતવે છે તજ સાચો હિંદુ અને જેનું જીવન પવિત્ર છે તે જ સાચે મુસલમાન છે.” આ પ્રમાણે ઉપદેશ આપી શીખધર્મની સ્થાપના કરી. તેમણે ભક્તિ કરતાં “ તુંહી નિરંજન કિરતાર નાનક છે બંદા તેરા ” એ પ્રમાણે પિતાને પરમેશ્વરને દાસ જણાગે છે. આવી રીતે આત્મજ્ઞાનને ઉપદેશ આપી ધર્મપ્રચાર કરવા માંડ્યો. થોડે થાડે પંજાબના લેકે એ ધર્મમાં દાખલ થવા લાગ્યા. નાનકના પછી તેમની ગાદીએ આગડશાહે બેસી ધર્મના પ્રચારનું કામ ચાલુ રાખ્યું હતું. તેમના પછી અનુક્રમે અમરદાસ, રામદાસ અને અર્જુનદાસ ધર્મપ્રચારનું કામ ચાલુ રાખ્યું. અર્જુનદાસે નાનકશાહનાં કરેલાં કેટલાં એક ગાયને તથા બીજા ગુરૂએ કરેલાં ગાયોનો સંગ્રહ કરીને આદિ ગ્રંથ તૈયાર કર્યો. તેમના પછી હરગોવિદ થયો તેણે પોતાના શિષ્યની શાખા ઘણી વધારી હતી, અને હથિયાર પકડવાનું શીખવ્યું હતું. ઓરંગજેબ બાદશાહના વખતમાં આ ગાદી ઉપર ગુરુ ગોવિંદસિંહ હતો; તેમણે ગાદી ઉપર બેસીને આ ધર્મમાં સુધારો કર્યો. શીખ લેકેએ હથીઆર બાંધવાં, વાદળી રંગનાં કપડાં પહેરવાં, જેટલી તથા દાદી મુછ રાખવાં, હિંદુ દેવસ્થાનને ન કરવું, ગાહત્યા ન કરવી વિગેરે ઉપદેશ આપીને ધર્મના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034775
Book TitleBharatno Dharmik Itihas
Original Sutra AuthorN/A
AuthorManilal Lallubhai Pedhi
PublisherManilal Lallubhai Pedhi
Publication Year1919
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy