________________
આ મતમાં બધી બાબતો ગુપ્ત રાખવામાં આવે છે અને આ અર્ધા હિદુ તથા અર્ધા મુસલમાન મતનાં તમામ પુસ્તકો ઇસ્માયલી પંથની પેઠે હાથનાં લખેલાં છે; અને તે અન્ય પાનુયાયી કેઇને પણ વાંચવા ન દેવા એ પંથના અનુયાયીઓને ખાસ કસમ આપવામાં આવે છે, જેઓ એ ધર્મ ઉપર આસ્થા બેસાડે તેજ અધિકારી ગણાઈને તેનાં ગુઢ ત તેના કાનમાં કહેવામાં આવે છે. તેથી એ મતના તત્વોથી તમામ વર્ગ અજાણુજ છે; પરંતુ ઈ. સ. ૧૯૧૪ થી ૧૭ સુધી મ. છીમાભાઇ ભૂલાભાઈએ આ મત સંબંધી જાહેરમાં ઉહાપોહ કરવાથી તેમનાં કેટલાંક ધર્મત બહાર આવવા પામ્યાં છે. આ મત પ્રમાણે કલંકિ ( કટિક ) અવતાર થઈ એક વખતે ઈમામ શાહ પોતે ઈશ્વર રૂપે આવીને મનુષ્ય જાતિને દુઃખ સાગરમાંથી ઉદ્ધાર કરશે. એવી આશા બતાવેલી છે, તેથી એ આશામાંને આશામાં સર્વ અનુયાયીઓ ઘેરાયલા છે ! આ મતવાળાઓ દર ગુરૂવારે અને રમજાન મહિનામાં I રોજ પાળે છે; ચાંદબીજ પવિત્ર ગણે છે અને હિંદુના તહેવાર હોળી,
અખાત્રીજ, દીવાળી અને બળેવ પણ માને છે. તાબુત તથા ખરને પણ માને છે અને તેને હિંદુઓની પડે મૂર્તિ જેટલું માન આપી શકાય છે, પણ તાબુત બનાવતા નથી. ચોથીયું કરાવે છે તથા બારમું પણ જમાડે છે. તાડી, દારૂ, માંસ, મચ્છી તથા કેફી વસ્તુઓથી દુર રહે છે. બીડી, હીંગ, ભાંગ અને ગાંજાને પણ ઉપયોગ કરતા નથી. અને મુડદાને દાટે છે. જે કણબીઓ શિષ્ય છે તેઓ સુન્નત કરાવતા નથી, તેમ દાઢી પશુ રાખતા નથી અને બ્રાહ્મણે પાસે ક્રિયા કર્મ કરાવતા નથી. આ મતનાં મુખ્ય ત્રણ ધામ છે. (૧) પીરાણા, (૨) ભાભેરામ, અને () ચીનાર તેની ગાદી ઉપર બેસે તે ભગવાં લુગડાં પહેરે છે અને સંસાર ત્યાગ કરે છે. દાઢી રાખે છે. હવે જમાનાને અનુસરીને પીરાણા સિવાયના ગાદીવાળાઓએ દાઢી રાખવાનું છોડી દીધું છે. ગાદી પતિ ધર્મગુર “ કાકા” એ નામથી ઓળખાય છે. તેઓ ગાનું ભણેલા નથી દેતા. આ ધર્મમાં મોટે ભાગે કણબી અને માછી લો ઉપરાંત કેટલાક મુસલમાન પણ છે. અને આ મનના અનુયાયીઓ , સુરત, ખાનદેશ, બુરાનપુર, વડોદરા, ખંભાત અને કરછ કાઠિયાવાડના કઈ કઈ ભાગમાં છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com