SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ આ પંથમાંથી છુટા પડી રામાન દે આનંદ સંપ્રદાય, અને રામચરણ નામના સાધુએ ઈ. સ. ૧૭૫૨ માં રામાચરણ મત સ્થાપ્યો છે. આ સંપ્રદાય અને તેના પેટા પંથેના અનુયાયીઓ રામચંદ્રની મૂર્તિની પુજ અને નામ સ્મરણાદિ ભજન કિર્તનને શ્રેષ્ઠ માની તેથી મુક્તિ માને છે. રામાનુજની પેનમુત્રમાં સાંદશ મૂર્તિ છે. અને હિંદુસ્તાનના દરેક ભાગમાં આ પંથના અનુયાયીઓ છે. આનંદ સંપ્રદાય. રામાનુજ પછી પાંચમા આચાર્ય રામાનંદે અદષ્ટ ભોજનની બાખતમાં તકરાર પડવાથી છુટા પડી આ પંથ સ્થાયે હતો. તેમના સઘળા સિદ્ધાંત રામાનુજ મતાનુસાર છે, તેમણે હિંદી ભાષામાં ગ્રંથ લખી ઉત્તર હિંદમાં પિતાને મત ફેલાવ્યો અને ઉંચ નીચને ભેદ રાખ્યા સિવાય હરકોઈ જાતને માણસોને શિષ્ય બનાવ્યા હતા. તેમના શિષ્યો પૈકી રાયદાસ નામના ચમારે રાયદાસી પંથ ચલાવ્યું છે, જે હાલ મેવાડમાં પ્રચલિત છે. સેન નામના હજામે સેનાપંથ સ્થાપન કરેલ છે. કાળુ નામના માછીએ કાલુપંથે સ્થાપેલે છે, તે મીરત જીલ્લામાં પ્રચલિત છે, અને તેમાં ૩ લાખથી વધુ માણસે છે. કબીરે એક પંથ સ્થાપ્યો છે તેનું વર્ણન આગળ આવશે. આ તમામ પંથવાળા રામચંદ્રની મૂર્તિપુજા અને નામસ્મરણાદિ ભક્તિથી જ મોક્ષ માને છે. રામાયણના કર્તા તુળસીદાસ પણ આ આનંદ સંપ્રદાયના હતા. આ સંપ્રદાય ઉત્તર હિંદુસ્તાનમાં વધારે ફેલાયો છે. રામાનુજ મત પ્રમાણે તિલક, છાપાં, માળા ધારણ કરે છે, પરંતું તિલકમાં કંકુની લીટીને બદલે ગોપીચંદનજ વાપરે છે. પૂર્ણપ્રજ્ઞ સંપ્રદાય, . આ સંપ્રદાયના સ્થાપક મદવાચાર્યને જન્મ ઈ. સ. ૧૨૩૯ માં ઉડીપીમાં થયું હતું, તેમના પિતાનું નામ અધિજ ભટ્ટ હતું. તેમણે ગાયને અભ્યાસ અનેતેશ્વરમાં કર્યો હતો, અને બુકરાયના ઉપદેશક તથા મંત્રીનું કામ પણ કર્યું હતું. પછી શંકરમતના સંન્યાસી થઈ આનંદ તિર્થ નામ ધારણ કર્યું હતું. પરંતુ જીવ શિવની એથતા ઠીક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034775
Book TitleBharatno Dharmik Itihas
Original Sutra AuthorN/A
AuthorManilal Lallubhai Pedhi
PublisherManilal Lallubhai Pedhi
Publication Year1919
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy