SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ માનભાવ ૫થ આ પંથ સ્થાપનાર દક્ષિણમાં બે ગામના વતનદાર ગોપાળરાવ પંત કુલકરણીનો પુત્ર કૃણુભટ જોશી હતા. તેને જન્મ ઈ. સ. ૧૯૪૭ માં થયો હતો. તે હાથચાલાકી ( જાદુ)ની વિઘામાં તથા વિવિધ વેશ લેવામાં કુશળ હતો. તેણે પોતાના કુલકરણપણાનું તથા જોશીનું કામ એક મિત્રને સંપી, પિતે કૃષ્ણ સ્વરૂપે લેકેને દર્શન આપવા માંડ્યાં! એ વાત તરફ ફેલાયાથી ગામ પરગામના લે તેનાં દર્શન કરવા માટે આવવા લાગ્યા, અને તેની પાસે અનુગ્રહ લેવા માટે સ્ત્રી પુરૂની ભીડ દિવસે દિવસે વધવા લાગી. આ સર્વ વાતની પઠણના રાજા ચંદ્રસેનના કારભારી હેમાદ્રિપંતને પડવાથી તે ઘણું આશ્ચર્ય પામ્યા તે ગણેશ ભક્ત હતો, તોપણ તેણે કૃષ્ણભટને પોતાની સમક્ષ બોલાવવા એક કારકુન મોકલે. તેથી કૃષ્ણભટે પણમાં આવી હેમાદ્રિપંતની મુલાકાત કરી. હેમાદ્રિપંતે તેનું કૃષ્ણ સ્વરૂપ જોઈ બહુ આદર સત્કાર કર્યો અને સ્નાન તથા ભજન કરવાની વિનંતી કરી, પરંતુ પિતાની વેશ ધારણ કરવાની ખુબી ખુલ્લી પડી જવાને ભયે તેણે વિનતી સ્વીકારી નહિ. જેથી હેમાદ્રિ૫તે પોતાના કારકુન પાસે તેના કપડાં ઉતરાવી નંખાવ્યાં, એટલે પાખંડને પ્રકાશ થઈ જવાથી તેને કેદમાં નાખ્યો; અને જે લોકો તેના અનુગ્રહી હતાં તે સર્વને પકડી મંગાવી તેમના માથામાં પટા મુંડાવી કાળાં વસ્ત્ર પહેરાવી હદપાર કર્યો, ત્યારથી એ વંશજે આગાખાન નામથી પ્રસિદ્ધ છે. ભાટિયા કોમના વટલાયલા જ લો અને કેટલાએક હિંદુઓ આ પંથમાં છે. તેમના સિદ્ધાંતનું પુસ્તક ગુપ્ત લિપિમાં છે અને તે બીજાને જેવા જણવા દેતા નથી. ! “ ગંગા બનારસ ન જના શોદાવરી, રામ ભજન અબ કેસા ?–અલી કા રૂ૫ ભયા નારાયન, ફળ પામે કરણી જેસા, ” આ તેમનું મુખ્ય સુત્ર છે. આ ધર્મના અનુયાયીઓ શુભાશુભ પ્રસંગે આગાખાનને ભેટ આપે છે. અને પોતાના નામ ઉપરાંત એક મુસલમાન નામ ધારણ કરે છે. સુરતના કેટલાએક વાણિઆ આ પંથમાં હોવાનું જણાતાં થોડા વરસ ઉપર ત્યાંના મહાજનમાં ઘણી જ ચર્ચા ચાલી હતી અને આ પંથન અનુયાયીઓને જાતિ બહાર મુકયા હતા. (૭) પીરાણાપંથની હકીક્ત આગળ આવશે. એ સિવાય મહોશ, વહાબી, હનલ, સુશી, બાખી વિગેરે સર્વ મળીને ૭૩ મતથા આ ધર્મમાં હોવાનું જાહેરમાં આવ્યું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034775
Book TitleBharatno Dharmik Itihas
Original Sutra AuthorN/A
AuthorManilal Lallubhai Pedhi
PublisherManilal Lallubhai Pedhi
Publication Year1919
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy