SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ભરીને સઘળા ધર્મમતવાદીઓને એકઠા કરી તેમને ધર્મવાદ સાંભળ્યો; તેમાં મહાત્મા જરાસ્તે વિવાદમાં સર્વને હરાવ્યા હતા. પરંતુ તેમના ઈ દુમને રાજાને ભંભેરવાથી તેમને કેદ ક્ય. પાછળથી રાજાને થયેલ રોગ તેમણે સાજો કરવાથી તેણે પોતાને સેબીઅન ધર્મ છોડી જરથોસ્તી ધર્મ સ્વીકાર્યો, ત્યારથી આ ધર્મ ઈરાનમાં ફેલાવવા પામ્યો. બાકદિયાને રાજા પણ સેબીઅન ધર્મ છેડી જરાસ્ત ધર્મમાં દાખલ થયો હતો; એ રાજા સિથીઆના રાજાને ખંડણ ભરતો હતો, તે તેણે બંધ કરી એવું કહાવ્યું કે, જો તમે જરથોસ્તી ધર્મમાં દાખલ થશે તે ખંડણું આપીશ. તેથી તેણે ગુસ્સે થઈ બાકડિયા ઉપર ચઢાઈ કરી ખખ શહેર લેઈ લીધું. અને મહાત્મા જરાસ્તને તેમના ૮૦ શિષ્ય સાથે મારી નાખ્યા. ત્યાર બાદ બાકદિયાના રાજાએ લશકર એકઠું કરી સિથીઅોને મારી નાંખી પિતાનું રાજય પાછું મેળવી જરથોસ્તી ધર્મને સબળ પાયા ઉપર આયો. આ ધર્મને પ્રાચીન ગ્રંથ ગાથાવાણું છે, અને તે પછી ક્રિયાકર્મનું જ્ઞાન આપનાર વંદીદાદ નામે ગ્રંથ થયા છે. તેમના ગ્રંથમાં આચાર વિચાર, ધર્મ ક્રિયા, ચાલચલણ, રૂઢિમાર્ગ, હુન્નર કળા, વિગેરે આય પ્રજાને મળતાં છે. એટલું જ નહિ પણ ગાથા વાણીમાં યુદ્ધિષ્ઠરને શક પણ જણાય છે તથા પારસી લોકે ઉનની કિસ્તી પહેરે છે અને તે વખતે તેઓ જે ક્રિયા કરે છે તે આર્યોના જનઈ પ્રસંગે થતા ૨ઉપનયન સંસ્કારનું આબેહુબ રૂપાંતર છે. આ ધર્મનો સિદ્ધાંત એ છે કે “પરમેશ્વર એક અનાદંત ૧. કસ્તી એ જોઈનું રૂપાંતર છે. શોધનું એવું માનવું છે કે મુસલમાન લોકેનું તેમના ઉપર આક્રમણ થયું હશે ત્યારે ગળાને બદલે જોઈ (કસ્તી) હું છું રાખવા માટે કેડે રાખવાનો રિવાજ થયે હશે. વેદની એક સંહિતામાં વૈશ્યો ઉનની જનોઈ પહેરવી જોઈએ એવું લખેલું છે, તે ઉપરથી તેઓ વૈશ્ય વર્ગના હશે, એમ અનુમાન થાય છે. ૨. આ ક્રિયાને નવજોત કહે છે. નવ (નવું) અને અવસ્તા ભાષાના જ તથા સંસ્કૃતના ડું (પ્રાધના કરવી) એ ધાતુથી વ્યુત્પન શબ્દ નવ જેત છે. અર્થાત્ નવતતને, અર્થ પણ સંસ્કારજ થાય છે. ૩. આ ધર્મવાળાઓએ દેવને અર્થ અસુર અને અહુરમજદ (અસુરોને અર્થ દેવ કરેલો છે. ભારતમાં વસતા પોતાના ભાઇઓ દેવ ક૬૫નામાં બુતપરસ્ત થઈ ગયા, તેમના તિરસ્કાર અર્થે આવી ઉલટી ધર્મ પરિભાષાની યોજના કરી હશે એમ અનુમાન થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034775
Book TitleBharatno Dharmik Itihas
Original Sutra AuthorN/A
AuthorManilal Lallubhai Pedhi
PublisherManilal Lallubhai Pedhi
Publication Year1919
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy