________________
આ
ઉદ્દગાર
હદયના ઝણઝણી ઊઠેલા તારને જે સ્વાભાવિક નાદ નિને તેની સરસતા કાઈ અજબ હેાય છે. ભક્તિરસ સર્વશ્રેષ્ઠ રસ છે, નવલ પરિણામની દષ્ટિએ, કિન્તુ સ્વાદમાં પણ. એ રસમાં જાતો આત્મા ઊજળો બને છે. જગતનાં સઘળાં આસ્તિક દર્શને પરમાત્મવાદી અને ભમવપૂજક છે; અને એ બધાંય ભગવદુપાસ્તિને કલ્યાણસાધનનાં સાધનમાં મોખરે હેવાનું ઉષે છે.
ભક્તિ એટલે ગુણવિભૂતિના આકર્ષણથી ઊપજેલ પૂજયત્વભાવ. . ભગવાનના પૂર્ણશ, પૂણેજજવલ પરમાત્મભાવની ભાવનાના ઉદ્યોત
માં તેના પર મુગ્ધ થવાય અને જે પૂન્યત્વભાવ ઉદ્દભવે તે ભગવદભક્તિ. ભક્ત ભગવાનની ઉત્કર્ષની પરાકાષ્ઠાએ પહેચેલી ગુણલક્ષ્મી પર એટલે મુગ્ધ થાય છે કે ભગવાનના (માનસિક) સત્સંગને જ માત્ર લોલુપ બની રહે છે. એ સત્સંગનો રસેકર્ષ એને એવો પ્રબલ બની જાય છે કે એની આગળ દુન્યવી પાર્થિવ રસ એને નિર્માલ્યા લાગે છે. આવશ્યક વેપાર-ધંધા અને કાર્ય-પ્રવૃત્તિ કરવા છતાંય એને મનેયોગ તેની (ભગવાનની) સાથે હોય છે. આ છે ભક્તની ભક્તદશા. એ સ્થિતિમાં ભગવાનની પરમાણ્વલ ગુણવિભૂતિ પોતે પણ પામે એ અભિલાષ થવો સહજ છે, અર્થાત ભક્ત ભગવત્સવરૂપ બનવા અભિષે છે. એને આ અભિલાષ જેમ જેમ ઉજત તે જાય છે તેમ તેમ એની જીવનચર્યા સગુણાલોકથી આલેક્તિ બનતી જાય છે. આમ, ભગવાનની સાથે તાદાત્મ સાધવા મથનાર સામતિ ભક્ત સાધક ઉત્તરોત્તર વિકાસધારામાં પ્રગતિ કરતે અને આત્મવિકાસના પરમકલ્યાણરૂપ ચરમ શિખરગિજુએ પહોંચી ભગવાન (પૂર્ણ મુક્ત પરમાત્મા) બની જાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com