SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ દેશના–૧૭. [૬૯] જ્ઞાતા દર્શક હેય. શ્રી તીર્થકરદે સ્થાવર તથા ત્રસ બને છને જાણે છે, જુએ છે, બચાવે છે. સ્થાવર જીની રક્ષાની વાતનું ઈતરમાં સ્વનુંય નથી, તે પછી ઉદ્ધારની વાત હોય જ કયાંથી?, મૂલ” નાસ્તિ કુતઃ શાખા?” જીવપણુંજ ન માને ત્યાં રક્ષા બચાવ વિગેરે કયાંથી હોય. ચારે ગતિના જીવોને કાર્યક્રમ કેવો છે? જૈન દષ્ટિએ આસ્તિય કયારે મનાય? છ વરતુ આસ્તિકના લક્ષ્યમાં હોવી જ જોઈએ. ૧ જીવ છે. ૨ જીવ નિત્ય છે. ૩ જીવ કર્મનો કર્તા છે, જીવ કર્મનો ભક્તા છે, ૫ મેક્ષ છે ૬ મેક્ષના ઉપાય છે. (સભ્ય સ0) આસ્તિકને અનુકંપા થયા વિના રહે જ નહિ. તેને અંગે વિકલ્પ ખરે, પણ સમ્યકત્વના પાંચ લક્ષણને અંગે વિકલ્પ નથી. જેને અનુકંપ થાય, જેનામાં અનુકંપા હોય તે જીવની ચારે ગતિની હેરાનગતિ જાણી શકે. નાનાં છોકરાંઓ રેતીમાં મકાન બાંધે છે, અને તેમાંથી કઈ જરા ધુળ લે તે લડી મરે, રમતને અંતે તે ધુળ વેર વિખેર કરીને જવાનું જ છે, છતાં બે ત્રણ કલાકમાં કઈ કજીયા કરે. ધુળથી કપડાં મેલાં કરે. પરિણામે નિશાળમાં શિક્ષકની સજા, ઘેર માબાપની સજા ભેગવવી પડે. ચારે ગતિમાં રખડી રહેલા જીવોની દશા આ રમતીયાળ બચ્ચાંઓ જેવી છે. શરીરનાં રક્ષણમાં જતનમાં, રાત દિવસ લીન રહેવામાં આવે છે. શરીર ભલે વેંતનું હોય કે પાંચસે ધનુષ પ્રમાણ હોય, પણ તે ય મૂકીને જવાનું તે નક્કી જ છે. કચન, કુટુંબ, કામિની કે કાયા એ ચારમાંથી એક પણ માટે નિકાસની છૂટ નથી. આ ચારમાંથી એક પણ વરતુ ભવાંતરમાં સાથે આવવાની નથી. સાથે આવનાર બે જ ચીજ છે. પુણ્ય અને પાપ. એ ચાર માટે ગમે તેટલી મહેનત કરે પણ એ સૌ પરને કાજ છે. જ્યાં સંસારનાટકની ઘડી પૂરી થઈ એટલે રંગમાં ભંગ! કોઈ ચીજ સંગ કરવાની નથી. જનાવરમાં પણ એજ દશા છે. ચરવું, માલીકને દૂધ આપવું, સંતાનને જન્મ આપે અને છેવટે મરવું. જનાવર કેવલ જીવન પૂરું કરવા આવે છે. અરે આપણું જીવનમાં પણ છેક સામે થઈને મિલકત પડાવી લેવા તેફાન કરે, કેટે ચઢે. પશુની માફક મનુષ્ય જીવનમાં પણ જન્મવું, માત્ર ખાવું, કમાવું, પરણવું પારકા માટે ધમાલ કરવી, અને છેવટે પાપમય જીંદગી પુરી કરી ભવાંતરમાં ચાલ્યા જવુ. સમકિતીને જીવનની વાસ્તવિક દશાને ખ્યાલ આવ્યા વિના રહે જ નહિ. આ દશા માત્ર મનુષ્ય જીવનમાં અને તિર્યચમાં જ છે એમ નથી. દેવગતિમાં પણ એ જ દશા છે. ગરીબને મરતાં વલેપોત ન હોય. શેઠીયાને વધારે વલેપાત હેય. અહીંના શ્રીમંતના વલેપાત ઉપરથી જ સમજી શકાય કે દેવતાને એ વૈભવ છોડી ચલાયમાન થતાં કેટલું દુઃખ થતું હશે? અહીં તે મરણની અગાઉથી ખબરે ય નથી. દેવતામાં મરણ વખતે બહુ દુઃખ પીડા થાય. તેમને તે છ માસ અગાઉથી ઓવનની ખબર પડે. દેવતાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034770
Book TitleBhagwati Sutrani Deshnao
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri, Hemsagar Gani
PublisherSiddhachakra Sahitya Pracharak Samiti
Publication Year1949
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy