________________
---
[૬]
શ્રીઅમેધ-દેશના-સંગ્રહ. મુઠ્ઠીભર જીવોની હિંસાને ત્યાગી વ્રતધારી શી રીતે ? આ વાત શાસ્ત્રીય રીતે જણાવાઈ. હવે તર્કવાદી તર્ક કરે છે. “સ્થાવરની હિંસાની છૂટ અને ત્રસની હિંસામાં પણ મર્યાદિત રીતિએ પ્રતિજ્ઞા આનો અર્થ ? અનંતાનંત જીવેની હિંસાની ટ, આ ઉચિત છે? અનંતાનંત જીવેની અપેક્ષાએ તે પંચેન્દ્રિની હિંસા તથા એકેન્દ્રિયની હિંસા સરખી હેવી જોઈએ” શાસ્ત્રમાં નરકના કારણેમાં પંચેન્દ્રિયની હિંસા ગણાવી છે. જીવ હિંસાથી નરકનું આયુષ્ય બંધાય એમ નથી કહ્યું, પરંતુ “પંચેન્દ્રિ
જીવની હિંસાથી નરકનું આયુષ્ય બધાય” એમ કહ્યું છે. તર્કવાદી કહે છે. શાસ્ત્રની આ વાત સદંતર અનુચિત છે, જરા ય સમુચિત નથી. રત્નની ગાંઠડીના ચોરની આગળ સેયની શાહકારીની કિંમત શી? અનંતા જીવની હિંસાની છુટી રાખી, મુઠ્ઠીભર જીને હિંસાને ત્યાગ કરનાર વ્રતધારી શી રીતે ગણાય ? આવો શુષ્ક તર્ક કરનારને શાસ્ત્રકાર જણાવે છે, સમજાવે છે કે એકેન્દ્રિય જીવને, એ કેન્દ્રિયપણાને યોગ્ય શરીર જેટલા પુણ્યથી મળે છે, તેના કરતાં અનંતગુણી પુણ્યાઈ વધે ત્યારે બેઈન્દ્રિપણું મળે છે. તે રીતિએ પંચેન્દ્રિયપણા પર્યત સમજવું. તણખલાની તથા તિજોરીની ચેરીને સરખી ગણાય નહિ. અનંત પુણ્યની રાશિવાળ પંચેન્દ્રિય ને નાશ અને એકેન્દ્રિયને નાશ સરખે ગણી શકાય નહિ. વિરાધનાનાં પ્રાયશ્ચિત્ત પણ એકેન્દ્રિયથી લઈને અનુક્રમે ચડતા ચડતા રાખ્યા છે. એક બે ત્રણ ચાર પાંચ ઈંદ્રિયવાળા જીની વિરાધના છેડનારને એક બે ત્રણ ચાર પાંચ સંયમ કહ્યા છે, પુણ્યાઈના ભેદને લીધે તેની હાનિની દૃષ્ટિએ પાપના પ્રમાણમાં પણ પૂરક છે. બધા એક’ એમ માની “સરખું પાપ છે એમ નથી. બચાવની દયામાં વિષમતા છે.
નિગદમાંથી અનાદિ વનસ્પતિમાંથી નીકળીને બાદરમાં આવવાનું થયું, પછી થયું પ્રત્યેક વનસ્પતિકાયપણું. તેથી પુણ્યાઈ અનંતગુણી થાય ત્યારે બેઈન્દ્રિયપણું સાંપડે. તેથી અનંતગુણી પુણ્યાઈ થાય ત્યારે તે ઈન્દ્રિયપણું પ્રાપ્ત થાય. એમ યાવત્ પંચેન્દ્રિયપણું પર્યત સમજવું. આમ પુણ્યાઈની અધિકતાને લીધે ઉચ્ચ ઉચ્ચ જાતિ મળે છે, માટે એકેન્દ્રિયથી પંચેન્દ્રિય પર્ય તને કમ રાખે. તર્કવાદી તર્ક કરી પૂછે છે, આક્રમ મુજબ શું હવે એ સમજવું કે ચૌરિન્દ્રિયમાંથી નીકળેલ જીવ પ્રથમ નરકે જ જાય, પછી તિર્યંચ, પછી મનુષ્ય, પછી દેવ થાય? આવો કમ સમજ? શાસ્ત્રકાર કહે છે ત્યાં આ કમ નથી. નારકી આદિ પંચેન્દ્રિયને અનુક્રમ કહ્યો, તે આગળ વધવાપણની દષ્ટિએ નથી. તર્કવાદી ફરી તર્કને લંબાવે છે. દુનિયામાં પ્રથમ ઊ ચી ચીજ બેલાય છે. રાજાને પ્રજા” એમ બોલાય છે. ગતિને ક્રમમાં પ્રથમ દેવગતિ ન કહેતાં પ્રથમ નરકગતિ કેમ ગણાવી? શાસ્ત્રકાર કહે છે પાપને ત્યાગ કરે, પુણ્ય આદરવું, આશ્રવ છો, સંવર આદર એ કબૂલ, પણ પાપને છેડયા વિના પુણ્યને આદર તે આદર જ નથી. આશ્રવને પ્રથમ વ તે જ સંવરને આદર થઈ શકે. બુદ્ધિશાળી પુરૂષે ફલ તરફ દષ્ટિ રાખે છે. હવે તે અધિકાર કેવી રીતે તે અગ્રે વર્તમાન.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com