________________
[૬૦]
શ્રીઅમો–દેશના-સંગ્રહ. આવ્યા. સ્થિત્યંતરને લીધે, સ્થિતિ ક્ષપશમના કારણે, ચારેગતિ, પાંચ જાતિમાં ભેદની ભિન્નતા છે. મનુષ્ય ગતિ તથા તિર્યંચ ગતિ તે પ્રત્યક્ષ છે, દગ્ય છે. તેઓએ પ્રગથી પરિણમાવલા પગલે માની શકાય. દેવતા તથા નારકી પરોક્ષ છે. એ બે માનવાનું સાધન શું? અનુભવગત વસ્તુ માટે પ્રશ્ન હોય નહિ. “હું પિતે છું કે નહિ એ પ્રશ્ન કેઈને થતું નથી. મનુષ્ય કે તિર્યંચે તે નજરે નજર નિહાળાય છે, ત્યાં તેઓ છે કે નહિ એ પ્રશ્ન હેય જ શાનો? પ્રત્યક્ષને અંગે પ્રશ્ન નથી. પ્રશ્ન પરાક્ષને અંગે છે. શ્રી મહાવીર મહારાજાએ અગીયારે ગણધરની શંકાઓનું સમાધાન કર્યું. એ શંકાઓમાં એક ગણધરને દેવતા છે કે નહિ એવી શંકા હતી. એક ગણધરને “નારકી છે કે નહિ? એવી શંકા હતી, પણ “મનુષ્ય છે કે નહિ, તિર્યંચ છે કે નહિ એવી શંકા કેઈને હતી ? હેઈ શકે જ શાની? એ સંશય થાય તે તે પિતાને પિતામાં સંશય થાય તેવું છે. હું છું કે નહિ એવા સંશયને સ્થાન નથી. “હું મૂગું છું” એમ કઈ બેલે તે કઈ માને ? "
દેવક તથા નારકી છે કે નહિ? મનુષ્ય છે કે નહિ એ પ્રશ્નને અવકાશ નથી. ગણધરોમાં દેવતા તથા નારકીની શંકાવાળા ગણધર છે, પણ મનુષ્ય તથા તિર્યંચની શંકા કોઈને ય નથી. કેમકે પ્રત્યક્ષ પદાર્થમાં શંકાને અવકાશ ન હોય, અર્થાત્ શંકાને સ્થાન જ ન હોય. પ્રશ્ન થાય કે દેવતાને માનવામાં આપણી પાસે શું સાધન છે? ગ્રહ નક્ષત્ર, સૂર્ય, ચંદ્ર, તારા તે દેખાય છે ને? દેવતા તથા નારકીની શંકાવાળા ગણધરે છે, પણ મનુષ્ય તથા તિર્યંચની શંકા કોઈને ય નથી. દેવતાને માનવામાં આપણી પાસે શું સાધન છે? ગ્રહ નક્ષત્ર સૂર્ય ચંદ્ર તારા તે દેખાય છે. દેવતા માનવાને જતિષ્ક સાધન રૂપ છે, પરન્તુ નારકી માનવા માટે કેઈ સાધન છે ? ઈન્દ્રિયગમ્ય નારકી નથી, એ વાત ખરી પણ જરા બુદ્ધિ દેડાવાય છે તે પણ સમજી શકાય, અર્થાત્ નારકી પણ માની શકાય. રાજ્યમાં ગુનાની સજા થાય છે. ગુનાની સજા ઓછી હોય તે તે ગુનાને આમંત્રણ સમાન છે. સજા ગુનાના પ્રમાણમાં જોઈએ. ઓછી ન હોવી જોઈએ. આ વાત સાદી સમજણથી સમજી શકાય તેમ છે. હવે વિચારો કે લાખ વર્ષના આયુષ્યવાળે કેડ પૂર્વ જેટલા કાલની જિંદગીવાળે કસાઈ અબજો જીવને ઘાતકીપણે મારે, તેને શિક્ષા ભેગવવાનું
સ્થલ કયું? વળી કેટેમાં કાંઈ બધાય ગુનેગાર થોડા પકડાય છે? કેટલાય ગુનેગારો તે પિલીસના સાણસામાં સપડાતા જ નથી. પકડાયેલાઓમાંથી કેટલા ય પૂરાવાના અભાવે કે લુલા પૂરાવાથી, કે બીજા કારણે છૂટી જાય છે. કેમકે કાનૂનનું બંધારણ એવું છે, કે સેંકડો ગુનેગારે છૂટી ભલે જાય, એક નિર્દોષ માર્યો ન જ જોઈએ. આથી આ જગતમાં આવાઓ ફાવી જાય છે, પણ તેવાઓ માટે કુદરતે બીજું જગત નિમેંલું જ છે. સત્તા (રાજયની સત્તા) કાંઈ જીવ માત્રને તમામ ગુનેગારને જોઈ શકતી નથી. રાજ્ય રક્ષણના હેતુથી તેના કાયદાઓ છે. સ્વાર્થને અંગે નિયત થએલા કાયદા માટે કુદરત અનુકૂલ ન હેય. ભયંકર પાપીએ કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com