SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીઅમેઘ-દેશના સંગ્રહ. ગ્રાહુક જુદા. મુગટમાં તથા કલશમાં રહેલા સોનામાં ફરક નથી. ફરક આકાર તથા ઉપગતામાં છે. સૂક્ષ્મનગદ અનંતકાયમાંના જીવમાં તથા સિદ્ધિના જીવમાં જીવત્ર તરીકે લગીરે ફરક નથી. જે સેનું મુગટ તથા કલશમાં છે, તેજ સેનાપણું ધૂળમાં રખડતી સોનાની કણીમાં છે. જીવાણું બધું સરખું વિચારાય, સમજાય ત્યારે આત્માને અંગે લેવા દેવાના કાટલાં જુદા હોવાથી કેટલે અન્યાય થાય છે તે સમજાશે. એક વણઝારે એક ગામમાં, જ્યાં પોતે મુકામ કર્યો છે, ત્યાં તેનું વટાવવા ગયે. એક ગામથી બીજે ગામ કય વિક–લે વેચ કરતા જાય, અને ગામેગામ ફરતા જાય; તેને પ્રથમના સમયમાં વણઝારા કહેવામાં આવતા. પ્રાચીન કાળમાં ગમે તેવા માણસ પાસે પણ દાગીને હોય. તે વણઝારો પિતાનું કડું લઈને એક ચોકશીને ત્યાં ગયો અને કહ્યું કે આ કડાને તેલીને ભાવ પ્રમાણે પૈસા આપ મને પૈસાની જરૂર છે. કડું વજનમાં ૧૦ દશ તેલા થયું. ચેકસીએ ૧૦ દશ પિસા ગણી આપ્યા. વણઝારો તે આજે બની ગયે. ચેકસીની હરામખોરીની એને કલ્પના પણ ન આવી. એણે તે માન્યું કે આ ગામમાં સોનું સસ્તુ હશે. આવો વિચાર કરી એણે ડવે અહીંથી સેનું ખરીદવાનો વિચાર કર્યો. ત્યારે ચેસીએ કહ્યું, તારા સેનાનો ભાવ પસે તેલ, પણ મારા સેનાને ભાવ તે પચીશ રૂપીયે તેલ છે. આ ચેકસીને કે ગણ? આપણે તે કરતાં વધારે જુલમી છીએ. આપણું જીવની કિંમત કેટલી ગણુએ છીએ, અને એકન્દ્રિય વગેરે જીવની કિમત કેટલી ગણીએ છીએ? રાજ્ય કરતાં પણ જીવની કિંમત વધારે ગણ્યાનાં દૃષ્ટાંતે ઈતિહાસમાં અનેક છે. આખી પૃથ્વીના દાન કરતાં જીવિતદાનું ફલ વધારે છે. પોતાના જીવ બચાવવા માટે રાજાઓએ વશપરંપરાના હક છેડીને રાજ્યના રાજીનામાં આપ્યાં છે. પિતાના જીવની જ્યારે આટલી હદે કિંમત તે બીજા જીવની કિંમત એટલી ગણાય છે? એક વાત ધ્યાનમાં લે. પાપ કર્મ ન બાંધવું હોય, પાપથી બચવું હોય તે બધા જીવને પિતાના જીવ જેવા ગણવા. સૂમ એકેન્દ્રિયના જીવથી સિદ્ધ સુધીના તમામ જીવે સરખા છે. જીવપણે તમામ સરખા છે, આકારમાં ભેદ છે. પુગલ પરિણમનના ભેદે આકારમાં ભેદ થતા. એક બે ત્રણ ચાર પાંચ એમ જે જે ઇન્દ્રિયને યોગ્ય પુદગલે પરિણામાવવામાં આવ્યા, તે તે મુજબ તે તે જીવેના આકાર થયા. કેટલાક અને કર્મોને એવો ઉદય છે કે એને જે પુગલે મળે તે સ્પર્શ પણે પરિણમે, કેટલાક જીવને કર્મોને. એ ઉદય હાય કે એને જે પુદ્ગલે મળે તે સ્પર્શ તથા રસપણે પરિણમે. એ રીતિએ પંચેન્દ્રિય પર્યત સમજી લેવું. આ પાંચ ભેદને પાંચ જાતિ કહી. બધા પુદ્ગલે એક જાતિમાં પણ સરખાં પરિણમતાં નથી તેને અંગે પ્રશ્ન છે. હે ભગવાન એકેન્દ્રિપણે જીવે જે પગલે લઈને પરિણમવે તે એક પ્રકારનાં કે તેમાં પણ પિટાભેદો છે? ભગવાને ઉત્તર આપે છે, હે ગાયમ! એકેન્દ્રિયપણે પરિણમાતા, પુદ્ગલે પણ પાંચ પ્રકારના છે. પૃથ્વીકાય એ કેન્દ્રિય પ્રગ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034770
Book TitleBhagwati Sutrani Deshnao
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri, Hemsagar Gani
PublisherSiddhachakra Sahitya Pracharak Samiti
Publication Year1949
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy