________________
દેશના-૧૦.
[1]
પાંચે જાતિઓ માનવી જ પડે. જો તેમ ન માનીએ તે આંધળાને પંચેન્દ્રિય કહેવાય નહિ, તેવી રીતે અંધ તથા બધિરને તે તે ઇન્દ્રિયના વિષયનું જ્ઞાન નથી, છતાં રચના છે તે જાતિ નામ કર્મના કારણે છે. જેની જાતિના પાંચ પ્રકાર છે, તેથી જ પ્રયત્ન પાંચ પ્રકાર છે; અને તેથી પ્રગ-પુદગના પણ પ્રકાર પાંચ સમજવા.
નિર્માણ-નામકર્મ જાતિ નામકર્મને ગુલામ છે. નિર્માણ-નામકર્મ જાતિનામ કમનો ગુલામ છે. આ વાત દુનિયામાં પણ દેખાય છે, અને તે સિદ્ધ છે. એકલા શરીરવાળા એટલે કે બીજી ઇન્દ્રિય વગરના પણ જીવ છે, બે-ત્રણ અને ચાર ઇન્દ્રિઓ ધરાવનારા જીવો પણ છે અને પાંચે ઈન્દ્રિયવાળાં શરીર ધરાવનારા જે પણ છે. આ વિભાગ દુનિયાના જ્ઞાનના આધારે (દુનિયા જાણે છે તેથી) કે જ્ઞાનીના જ્ઞાનના આધારે ? એ બે જ્ઞાનના આધારમાં ગમે તે રીતે મનાય, ફરક કયે, વધે ? જ્ઞાનીના જ્ઞાનમાં અને દુનિયાના જ્ઞાનમાં મોટું અંતર રહેલું છે. આ વિભાગ, અને આ વાત જ્ઞાનીના જ્ઞાનથી કહેવામાં આવી છે. નિરૂપક ત્રિશલાનંદન શ્રી મહાવીર મહારાજા સ્વયમ કરે છે, અને શ્રેતા કોણ? શ્રીગૌતમસ્વામીજી. ભાષા વર્ગણાદિનાં પુદ્ગલો આપણે સમજી શકીએ, પણ જોઈ શકતા નથી. વ્યવહારમાં ઇન્દ્રિયને વિષય તે સ્થૂલને અંગે છે. પાંચ ઇન્દ્રિયે આપણે જાણીએ છીએ તેથી પાંચ વિષયે આપણી જાણમાં છે, પણ છ ઈન્દ્રિયવાળા જ હોય, અને છો વિષય હેય તે?, છે જ નહિ. કલેકમાં છઠ્ઠી ઇન્દ્રિય નથી, છો વિષય નથી, એવું કોણ કહી શકે?, એવું કહેવાનું સામર્થ્ય કેનું ? આપણને તો ઓરડાની દીવાલની પાછળની તો ગતાગમ નથી. ! ઓરડામાં દી જાગતો છે કે નહિ તેની તે ખબર નથી. હો વિષય હોય તે ય આપણને શી ખબર પડે? છો વિષય નથી એ વાત ચેકકસ છે. જ્ઞાનીએ જ તે કહેલું છે. જ્ઞાનીએ પાંચ જ વિષય કહ્યા છે. કાલેકના સવ દ્રવ્યના, સર્વકાલના, સર્વ ભાવ જાણવાને સમર્થ હોય તેને જ આ કહેવાનો અધિકાર છે, કેમકે એ સામર્થ્ય એનામાં જ છે. જગતમાં છઠ્ઠો વિષય નથી, છઠ્ઠી ઈન્દ્રિય નથી, છ ઈન્દ્રિયવાળા જ નથી એવું સર્વજ્ઞ જ કહી શકે. આને સર્વજ્ઞ પરિણત કેમ માનીએ છીએ તેને ખુલાસે આથી થશે.
પ્રયોગ-પરિણત પુદ્ગલે પાંચ પ્રકારનાં છે એ આ રીતિએ સિદ્ધ છે. એકેન્દ્રિય એટલે ગમે તે એક ઈન્દ્રિય એમ નહિ. ગમે તે કાન, ગમે તો ચક્ષુ ધરાવે એવું નથી. એકેન્દ્રિયને માત્ર સ્પર્શને િજ હોય. બેઈન્દ્રિય જીવને શરીર તથા જીભ જ હોય, એ રીતિએ કમસર સમજી લેવું. વય માત્રના ભેદથી પુદ્ગલેનું પરિણામાન્તર થઈ જાય છે.
ન્હાની વયે જે આકાર હોય તે વય વધતાં આકાર માટે થાય છે. તે કેવી રીતે તે અગ્રે વર્તમાન–
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com