________________
[૩૬]
ધર્મરત્ન પ્રકરણ સાથે થઈ ગયે. કેડની કિંમત નહિં સમજનાર તે મિલ્કતના ફના પાટીયા કરવા મંડી ગયે, દુરૂપયોગ કરવા મંડી ગમે તો શી હાલત થશે? તેમ આ મનુષ્યભવ મળી ગયે, અને દુરૂપયોગ કર્યો તે આગલા ભવમાં શી દશા?; આ બના દરેકે વિચારવા જેવી છે માટે આ મનુષ્યપણું પામીને સફળ કરવા જેવું છે, અને તેને સટ્ટપગ કરવા લાયક છે.
તરવારની જેમ મનુષ્યપણું તારનાર નથી. શેઠીયાની તરવાર માપક વગર ઉપયોગે મનુષ્યપણું કાર્ય સિદ્ધ કરનાર નહિજ બને. એક શેડ છે, અને પાડોશમાં ગરાસીયે રહે છે. ગરાસીયે તરવાર બાંધીને ફરે છે. શેઠે ગરાસીયાને પુછ્યું કે આ શું છે? અરે એનાથી તે ચેર ધાડપાડું જોતાંની સાથે ભાગી જાય તેવી છે. હું આવી જબરી છે? તે મને આપ. પિલીસને વરસે વરસ બોણી તરીકે ઈનામ આપે તેની ફીકર નહિ, પણ જે વરસે ન આપો તે વરસે બુરા હાલ કરે. ગરાસીયે સમજે છે કે આ વાણીયાને તરવારને ઉપયોગ કરતાં આવડતું નથી, અને માંગે છે. ના કહીશ તે ખીજાઈ જશે. શું કરવું ? રસ્તામાં ચેરે મળશે તો તે તરવારથી જ તેનું માથું ઉડાવી મુકશે, અને જગતમાં હું ભુડે ગણાઈશ; છતાં આપવા તે દે, પછી જોયું જાશે. ઘરમાંથી તરવાર આપી. શેઠ પણ ગરાસીયાની માપૂક કમ્મરે બાંધી બીજે ગામ જવા નીકળ્યા. પેલે ગરાસીયો મેં ઉપર બુકાણું બાંધીને બીજે રસ્તેથી સામે આવ્યો. શેઠ મનમાં વિચાર કરે છે કે મારી પાસે તરવાર છે ને, આ સામે કેમ આવે છે, પણ એને ખબર નહી હોય કે મારી પાસે તરવાર છે. જે તેને ખબર હોત તે આ તરવારથી જરૂર તે ભાગી જાય. ખરેખર ગરાસીયાના કહેવા મુજબ તરવાર તેનું કામ કરતી જણાતી નથી. હવે શેઠ કમ્મરેથી ઉતારીને નીચે મુકીને તરવારને કહે છે કે “તરવાર બા! તરવાર બા! તારા માલીકને ત્યાં જે કાર્ય કરતી હોય તે તુરત કર.” તેમ કહેવાથી તરવાર શું કરે? આ સ્થળે કથાને ઉપનય એ છે કે બધા સિધ્ધોને મનુષ્યપણુ રૂપી તરવારે તાર્યા છે, પણ શેઠીયાની તરવાર માપક આ મનુષ્યપણું તારી ન દે. તરવારને ઉપયોગ કરે તે બચાવી દે, તેવી રીતે મનુષ્યપણાને સદુપયોગ કરે તે જ કામ કરે.
ધર્મ રત્નની પ્રાપ્તિ માટે જ મનુષ્ય ભવ. ધર્મરૂપી રત્ન મેળવી શકાય તેજ મનુષ્યપણાનું ફળ મેળવ્યું ગણાય. ખાવા પીવા વિષયે ભોગવવા માટે મનુષ્યપણું સારૂ માનતા હેતે વિધાતાને ધિકકારવી જોઈએ. કારણ કે મનુષ્યપણમાં ભેગે બહુજ મઘા છે. અહીં ભેગે ભેગવવા એટલે માથું ફોડીએ ત્યારે શીરે ખાવા મળે. તિર્યંચના ભાવોમાં વગર મહેનતે ઈદ્રીયના વિષય–ભેગે મળી જાય. તમારે કન્યા લાવવી હોય તે કેટલી જવાબદારીની મુશ્કેલી? કુતરાને સ્ત્રી ભોગ માટે કઈ જવાબદારી; તમારે પરણ્યા પછીની ભરણપોષણની જવાબદારી. તીર્વચને કાંઈ પણ જવાબદારી નથી. મનુષ્ય જીંદગી સુધી સ્ત્રીનું ભરણપોષણ કરવા કાયદાથી બંધાયેલ છે. આ વસ્તુ તમારા પરણેલા છોકરા સમજ્યા છે? તમે કહે છે કે નાના બાળક દીક્ષામાં શું સમજે? પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com