SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ દેશના સારાંશ. [રર૧) કરાએ પાત્રામાં માત્ર આહાર પાણી દેખે છે. માબાપે આપણને આમ કેમ કહ્યું હશે. આ સાધુએ તે માત્ર આહારજ વાપરે છે, એમ વિચારતાં વિચારતાં. જાતિસ્મરણ જ્ઞાન થયુ, અને નિર્ણય થયા કે ખાપે ફસાવાને આ રસ્તો કર્યો છે. ખરેખર સાધુ મહાત્માએ તો આપણા પરમ ઉપકારી છે. માખાપે પુત્ર સ્નેહથી ભરમાવ્યા છે. બધી હકીકત માબાપને જણાવી. પછી માતાપિતા પુરેાહિત રાજા વિગેરેએ દીક્ષા લીધી. આમ અવળુ - સમજાવી ભરમાવી માતાપિતા, જયદે વને ચિંતામણી રત્ન માટે પરદેશ જવાની ના કહે છે. હવે જયદેવે શું કરવું? અર્થાત્ જયદેવ કેવી માજી ગેાઠવે છે તે વિચારીએ. પુત્રના નિશ્ચયને ઢીલેા કરનારા માતા-પિતા. ડાહ્યો છેકરા' પરદેશ જવા માટે તૈયાર થાય. ડાહ્યો દીકરા દેશાવર ભોગવે. દાધા રગા' અને અક્કલ વગરના છોકરા ૨૦ વરસના થાય તે પણ માબાપના મેહમાંથી બહાર ન નીકળે. પાકેલે જીવ ઈંડામાં ન રહે. તેમ જયદેવ માબાપને છેડી પરદેશ જવા માટે તૈયાર થયે. સ્વાર્થી માબાપેા ભવિષ્યને ન જુએ. માસ્તરે છેાકરાને માર્યો હાય તા સ્નેહધેલા માતપિતાએ માસ્તરને ગુન્હેગાર ગણે. માસ્તરને ઠપકા આપવા જાય. મેહ એવી ચીજ છે કે પડલ લાવી દે, અને સત્ય સ્વરૂપ સુઝવા દેતી નથી. તેમ અહીં જયદેવ અટલે સમૃદ્ધિ શાળી પુત્ર છુટા પડે તે પીતાને ગમતું નથી. વસુધરા શેઠાણી તથા નાગદેવ પિતા અને મળીને પુત્રને કહે છે કે હે પુત્ર! અમુક શેઠ કહેતા હતા કે તુ ડાહ્યો છે અને શાણા છે, એમ કહીને પરદેશ જતાંને રાકવાની જાળ પાથરે છે, અરે નિર્મળ બુદ્ધિવાળા પુત્ર! તુ મેધી રીતે ડાહ્યો છું, ‘પણ તુ ચિન્તામણિની ખાખતમાં ચૂ।. બધી બાબતમાં તું ડાહ્યો પણ ચિંતામણિમાં ભૂલ્યે. પદાર્થના સ્વરૂપને અંગે અન્ય મતવાળાએ ન સમજ્યા ત્યાં ઇશ્વરને આગળ ધરે છે. એવી રીતે ઝવેરીએએ કેાઈ જબરજસ્ત માટે ઝવેરી ગણાઈ ન જાય, તેથી ચિન્તામણિની કલ્પના ઉભી કરી છે. ઝવેરીઓને બધા રત્નો મળી જાય, તેથી એક એવું રત્ન કલ્પી રાખ્યું, કે મારી પાસે રત્ન છે તે બીજા પાસે નથી. બીજા ઝવેરી અભિમાનમાં આવી જાય, તે વાત ઉડાવવા માટે ચિન્તામણિની વાત કલ્પેલી છે. શેઠીયાનુ અભિમાન ગાળવા માટે ચિન્તામણિની વાત ગેાઠવી છે. આ ગામમાં એ રત્ન નથી. જેમ આ ગામમાં એ રત્ન ન મળ્યુ, તેમ ખીજા શહેરમાં પણ એ રત્ન મળવાનું જ નથી. ખીજા શહેર ગામે। તે શુ, પણ ત્રણ જગતમાં એ વસ્તુ જ નથી, તે મળશે કયાંથી? માટે પરદેશ જવાની વાત ન કર, અને અહીંજ વેપાર કર. આપણા ગામમાં ક્રિતિ મેળવ, પછી દેશાવર જાય તે પણ લેાકે કિર્તિ ગાય. લેકે કહેશે કે આ તે। ભાગી ગયા. અહીં વેપાર ખેડીને બહાર જઈશ તે વેપાર ખેડવા ગયાં છે તેમ લેાકા કહેશે. નાના છેકરાને સાત પૂછડીયા ઉંદરની વાત કરે છે, તેમ લેાકેાના કહેવા ઉપર આધાર ન રાખવે. લેકે ગમે તેમ કહે પણ આપણે તે તત્ત્વ વિચારવું. લેાકેાના કહેવાથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat + www.umaragyanbhandar.com
SR No.034770
Book TitleBhagwati Sutrani Deshnao
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri, Hemsagar Gani
PublisherSiddhachakra Sahitya Pracharak Samiti
Publication Year1949
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy