SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ તેના દુખે. [૨૩] ઉષ્ણ વેદના ઉત્પન્ન કરનાર નિરૂપમ એકાંત અશુભ સ્પર્શ, રસ, રૂપ અને ગંધવાળી પૃથ્વી હોય છે. પહેલી ત્રણ નારકીમાં ૧૫ પરમાધામીએ કરેલી મગર, તલવાર, ભાલા, કરવત, કુંભિપાકાદિકથી વથતી વેદના અનુભવે છે. પિતે કરેલ પાપના પળો શરણ રહિતપણે લાંબા કાળ સુધી ભેગવે છે. બાકીની ચાર નારકીમાં પરમાધામી ન હોય તે પણ તે ક્ષેત્રના પ્રભાવથી તથા મહેમાંહે મારામારી કરી તીવ્ર વેદના અનુભવે છે. અંમ્બ નામના પરમધામિક દેવતા પિતાના ભવનમાંથી કીડા કરવા માટે નારકીમાં જઈને શરણ વગરના એવા નારકી જીવને કુતરાની માપક ફૂલ ખીલા વીગેરેના પ્રહાર કરી દેડાવે છે. અનાથ બિચારાને ઘાંચીના બળદ માપક ભમાવે છે. આકાશમાં ઉચે ફેંકીને નીચે પાડે છે, પડ્યા પછી ઉપર ઘાણના માર મારે છે, ભાલાની તીણ અણીથી વધે છે. સાંડસાથી સજજડ પકડીને ઉંધા મુખે નીચે પાડે છે. વળી તલવાર ભાલાથી અતિશય હણેલા મુછ પામેલાને કરવત વડે ચીરે છે. અને શરીરના નાના ટુકડા કરી નાંખે છે. વળી શ્યામ નામના પરમાધામી દેવતાઓ કર પાપકર્મ કરનારા શરીરના અંગે ઉપગેનું છેદન, વજની કઠીન ભૂમિવાળા ઉંડા કુવામાં ફેકવું, શૂલથી વીંધવું, સંયથી નાસિકા કાનનું વીંધવું, તેમજ મજબૂત દોરડા સાંકળથી બાંધવું, તથા તેવા પ્રકારની નેતરની સેટીના પ્રહારો કરવા વડે કરીને માર મારવા અફાળવા, વીંધવા, બાંધવા આદિક ઘણા પ્રકારની કદર્થના કરે છે. વળી શબલ નામના પરમાધામી (જલાદે) કીડા પરિણામવાળા ગાઢ હાસ્યમેહનીય કર્મના ઉદયથી કુતુહલપ્રિય દેવતાઓ નિરાશ્રિત નારકીઓને હેરાનગતિ કેવી રીતે કરે છે તે બતાવે છે. આંતરડામાં રહેલા તથા હૃદયમાં રહેલા માંસખડને પેટમાં રહેલા આંતરડાને બહાર ખેંચી કાઢે છે. અનેક પ્રકારની યાતનાઓ કરીને તીવ્ર વેદના ઉપજાવે છે. વળી રૌદ્ર નામને સાર્થક કરતા એવા નરકપાલો રૌદ્રકમ અશુભ કર્મના ઉદયવાળા નારકીજીવને તરવાર ભાલા છરી બરછી શરીરમાં ભેંકી દે છે. તેમજ ઉપરૂદ્ર નામના પરમાધામીઓ નારકીજીના હાથ પગ મસ્તક સાથળે મરડી નાખે છે. તેમજ કરવતથી હેરી નાખે છે. કઈ પણ દુઃખ આપવાનું બાકી રાખતા નથી. વળી કાળ નામના જલ્લાદ દેવતાએ લાંબી ભઠ્ઠીઓ અગ્નિથી ભરેલી સગડીઓ ચૂલાઓ તેમજ લુહારની લેહ તપાવવાની કંઢમાં સખત તાપમાં શેકે છે. તેમજ લેઢાના મેટા તવામાં નાખી જીવતાં માછલાને ધાણ ચણ માપક ભુજ, તેમ નારકેને ભુજે છે–રધે છે. તેમજ મહાકાલ નામના પરમાધામીઓ ઝીણા ઝીણું માંસના ટુકડા કરી કદર્થના કરે છે. પીઠના માંસને છેદે છે. તેમજ પૂર્વભવમાં માંસ ખાનારા એવા નારકેને પોતાના શરીરમાંથી માંસ કાપી પરાણે ખવરાવે છે. વળી અસિ નામના પરમાધામીએ હાથ પગ છાતી બાહુ મસ્તક પડખા વિગેરેના અંગ ઉપાંગના ભાગને છેદે છે. અને અતિશય દુઃખ ઉત્પન્ન કરે છે વળી અસિપ્રધાન પત્રધનુ નામના નરકપાલે બીભત્સ તલવારની ધાર સરખા પાંદડાવાળા વૃક્ષોનું વન તૈયાર કરી, ત્યાં છાયા માટે રાંકડા નારકીના છ આવે એટલે ઉપરથી પ્રચંડ વાયરાના જેસથી પાંદડાં પડતાની સાથે શરીર ચીરાઈ જાય છે, તેમજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034770
Book TitleBhagwati Sutrani Deshnao
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri, Hemsagar Gani
PublisherSiddhachakra Sahitya Pracharak Samiti
Publication Year1949
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy