SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ નારકી ગતિ અને તેના દુઃખો. લેખકઃ-૫શ્રી હેમસાગરજી. અનંત જ્ઞાની વીતરાગ પરમાત્માએ આ સંસારને ચાર ગતિ સ્વરૂપ જણાવતાં પ્રથમ નારકી ગતિ જણાવે છે. બીજી ગતિએ તિર્યંચ, મનુષ્ય અને દેવતા રૂપ ત્રણ ગતિ તે પ્રત્યક્ષ છે. જ્યોતિષ મંડળ સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારાઓ સાક્ષાત્ દેખાય છે. તેમજ ભગવંતના સસરણમાં પણ દેવતાઓ આવે છે. તેથી પ્રત્યક્ષ પણ આપણે જોઈ કે જાણી શકીએ છીએ. પરંતુ નારકી સંબંધી શ્રદ્ધા માન્યતા પરોક્ષ અનુમાન અને આગમ પ્રમાણ સિવાય કર્યો સિવાય છુટકે નથી. યુક્તિથી વિચાર કરીએ તે જે કંઈ પણ શુભાશુભ કર્મ આ જીવ કરે છે, તેનું ઓછામાં ઓછું ૧૦ ગણું ફળ તે દરેક જીવને અનુભવવું પડે જ. અને ઉત્કૃષ્ટ આપણું મગજ કામ ન કરે તેવું અનંતગણું ફળ પણ ભેગવવું જ પડે. હવે વિચારે કે જગતમાં પણ એક ગુનેગાર પુરવાર થયે. તેને સજા તેના આયુષ્યના ભેગવટા દરમ્યાન ભોગવવાની હેય. સજાની મુદત પુરી થયા પહેલાં જે ગુનેગાર મરણ પામે તે રાજ્ય સત્તાની સજા અધુરી રહી, પણ કર્મસત્તાની સજા કદાપિ અધુરી રહેતી જ નથી. કર્મસત્તાની સજા તે ચાહે ત્યાં આ જીવ હોય ત્યાં વહેલી કે મેડી ગમે તે પ્રકારે ભગવ્યા સિવાય છૂટકોજ નથી. તેમાં ચાહે તે પરાક્રમી, પુન્યશાળી તીર્થકર. ચક્રવર્તી કે વાસુદેવ હય, તે પણ તેમાંથી બાકાત રહી શકતા નથી. એક મનુષ્ય અહીં એવું પાપ કર્મ કરે છે, જેથી અનેક જીવને એકી સાથે સંહાર અનેક જીવને ત્રાસ-દુઃખ થાય છે; એટલું જ નહિં પરંતુ વર્તમાન કાળમાં અણુબેબના શોધકની વિચારણા કરીએ, તે એ શેાધકની શોધ જયાં સુધી પૃથ્વી પર અસ્તિત્વ રહેશે, ત્યાં સુધી તે બંબ દ્વારા ભવિષ્યકાળમાં અનેક જીવેનો સંહાર ત્રાસ આદિ હદયને કમકમાટી ઉપજાવનાર ઉપદ્રવ થવાના. તે તમામ આત્માઓને જે ભય, દુઃખ, ત્રાસ ઉપદ્રવ થશે તેનું મૂળ કારણ મૂળ શોધકજ ગણાશે. હવે અહીં એ વિચારવાની જરૂર છે કે રાજ્યસત્તા એક વખતના ખુનની સજા વધારે તે કરી શકતી નથી. રાજય સત્તાની તાકાત નથી. માટે તેવીજ રીતે વધારે ખુન કરનાર ગુનેગારને પણ એક વખત જ ફાંસીની સજા કરે. કેમકે ત્યાં રાજસત્તાની વધારે સજા કરવાની તાકાત નથી. હવે ગુનેગાર કદી ચોરી પ્રપચાદિથી રાજના ગુનાથી છટકી પણ જાય, અગર વકીલ બેરીસ્ટરેની બુદ્ધિથી નિર્ગુનેગાર જાહેર થાય, તે પણ કર્મ સત્તાની સજાથી કેઈપણ ભલભલે પરાક્રમી કે સત્તાશાળી બચી શકતું નથી. હવે એક અંદગીમાં અનેકના ખુન કર્યા, અનેક જીવોને ત્રાસ ઉપદ્રવ ભયભીત બનાવ્યા. તે ગુનાની શિક્ષા ગુના કરતાં અનેકગણું ભેગવવાનું સ્થાન એક એવું માનવું પડશે, કે જ્યાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034770
Book TitleBhagwati Sutrani Deshnao
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri, Hemsagar Gani
PublisherSiddhachakra Sahitya Pracharak Samiti
Publication Year1949
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy