SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ [0] શ્રીઅમોધ-દેશના-સંગ્રહ. પંજામાંથી છૂટી શકાય તેમ નથી. કીડીથી માંડી ઈન્દ્રો સુધી ભલે બધા મતથી ડરે પણ મેતના પંજામાંથી છૂટયું કેણ?, જેનાથી છૂટકારો નથી તેને ડર રાખવો શા કામને? શ્રીતીર્થકરો, કેવલીઓ, ચક્રીએ, કઈ મૃત્યુથી બચી શકયું નથી, એટલે છૂટી શકતું જ નથી. ઉંદર સાપથી ડરે, દેડકું ભરીંગથી ડરે; પણ જેના પંજામાંથી છૂટી શકે તેમ નથી તો તરફડવું શા કામનું? કેવલ મનની નબળાઈથી આખું જગત મરણથી ડરે છે. મનુષ્ય ડર ત્યાં સુધી જ રાખો, કે જ્યાં સુધી ભય નકકી ન થયે હેય, પરંતુ ભય સામે આવીને ઉભે છે, પછી તે ધીર પુરૂષે સહન કરવું જોઈએ. આથી તે સાધુ તથા શ્રાવક માટે સંલેખનન વિધિ કહ્યો છે. “થવું હશે તે થશે, થવું હશે ત્યારે થશે, આવી મકકમ ધારણની સ્થિતિમાં જે આવે, તેજ અનશન તથા લેખના કરી શકે છે. જીવવાની તથા મરવાની ઈચ્છા પણ દૂષણ છે, કારણ કે તે કાંઈ તાબાની વાત નથી. શાસ્ત્રકાર સમકિતીમાં તથા દુનિયામાં એજ ફરક જણાવે છે, કે આખી દુનિયા જ્યારે મરણથી ડરે છે, ત્યારે સમકિતી જન્મથી ડરે છે. जातस्यहि ध्रुवं मृत्युः જન્મેલો છે તેને માટે મૃત્યુ તે નક્કી જ છે. મૃત્યુ ટાળી શકાય તેમ નથી. ટાળી શકાય તે જન્મજ ટાળી શકાય. જન્મને ટાળવો એજ સમકિતીને ઉદેશ. જન્મ ટળે એટલે મરણ ટળેલું જ છે. જન્મ અને જન્મ માટે ગર્ભમાં વસવાને જ સમકિતીને ભય છે. ચૌદ રાજલકમાં એવું એક પણ સ્થાન કે પ્રદેશ નથી કે જેમાં જન્મ અને મરણ અનંતી વખત દરેકે કર્યા ન હેય. સિદ્ધદશા (મોક્ષ) માં જ જન્મ મરણ નથી. કાયાની કેદથી છૂટાય, કર્મની સત્તાથી છૂટાય એનું જ નામ મેક્ષ. જીવ પંખીને કાયારૂપી પીંજરાની કેદ ન હોય એવી એક ગતિ, જાતિ કે યુનિ નથી. માત્ર મેક્ષ જ જીવ માટે કેદ વગરનું સ્થાન છે. મેક્ષ એટલે પિતાની કેવલજ્ઞાનાદિ અદ્ધિ સમૃધિ શાશ્વત્ ટકે એવું સ્થાન. આજ સુધી અનંતા છે કેવલજ્ઞાન પામી મેક્ષે ગયા છે, તે બધાનાં જ્ઞાનાદિ ગુણે સમાન જ હોય છે. લેશ પણ ઘસારો ન થાય એવું સ્થાન એક મોક્ષજ છે. કાયાની કેદ વગરનું, કર્મની મેનેજમેન્ટ વગરનું સ્થાન મેક્ષ જ છે. ચકવતીને માથે મેનેજમેન્ટ બેસે અને એ ચક્રવતીને પૈસાની ભાજી માટે કાલાવાલા કરવા પડે એ તેની કઈ દશા! તેમજ અનંત જ્ઞાનના માલીક આત્માને આજે સામાન્ય સ્પર્શ, રસાદિના જ્ઞાન માટે ઇદ્રિ તથા મનની મદદની જરૂર પડે એ કેવી દશા?, ભાજી માટે પૈસે એ તે ચક્રવર્તિની સમૃદ્ધિને અસંખ્યાતમ ભાગ છે. જ્યારે અહિં ઈંદ્રિયને અંગેનું જ્ઞાન તે તે આત્માના અનંતજ્ઞાનને અનંતમો ભાગ છે. સિદ્ધ દશાથી સંસારી દશા કેટલી હલકી છે કે તેને માટે પર્યાપ્તિ, ઈન્દ્રિએ વગેરે જોઈએ. સ્પશેન્દ્રિયપણેજ એકલા સૂક્ષ્મ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034770
Book TitleBhagwati Sutrani Deshnao
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri, Hemsagar Gani
PublisherSiddhachakra Sahitya Pracharak Samiti
Publication Year1949
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy