________________
—
—
-- -
--
-
-
-
—
—
——
-
-
-
-
-
-
--
--
-
દેશના-૪૪.
[૧૮૧ માટે તેને ગાંડી ગયું છે. એ પરમ શ્રાવિકા હતી, અને એનામાં વિશુદ્ધ સંસ્કાર હતો. પરિવ્રાજક અંબડે આજે મનને એવી રીતે મનાવ્યું કે-“સ્ત્રી તથા બાલક તે તેના મગજમાં જે કસાવવામાં આવ્યું હોય તે મુજબ પકડી રાખે છે, અને વર્તે, છે, લાભ કે હાનિને વિચાર કરે નહિ. બ્રહ્મા વિષ્ણુ અને મહાદેવ એ કુદેવ છે એવા સંસ્કાર જ એને જૈનકુલમાં હેવાથી છે એટલે તે ન આવે તે બનવા જોગ છે.
હાર્યા જુગારીની છેલ્લી હેડ. હાર્યો જુગારી બમણું રમે ! એને પિતાની હારનો, હાલતને ખ્યાલ જ હેતે નથી. ચોથે દિવસે અંબડે માયાજાળથી તીર્થકરનું રૂપ ધારણ કર્યું. ઉત્તરદિશામાં દેખાવ ઉભે કર્યો. સમવસરણ, પર્ષદા, ઈદ્રો વગેરે તમામ દેખાવ ઉભો કર્યો. આખો દિવસ ગયે પણ સુલસા નહિ તે નહિ જ! તે દિવસે અડગતા શી રીતે રહી હશે તે વિચારો! આ અવસરે તે એને કેકે દબાણ કર્યું છે. “આજે તે ચાલ! જે તે ખરી, સાક્ષાત ભગવાન પધાર્યા છે.' સુલસાને તે ભગવાન કયાં હતા, તેની ખબર હતી, અલસાને સ્વામિ રાજા શ્રેણિકને ત્યાં નોકરી હતે. કાસદીયાની સુવ્યવસ્થિત-જનાદ્વારા શ્રેણિક મહારાજાને ત્યાં ભગવાનના વિહારની, (ક્યાં છે તેની) ખબર રોજેરોજ આવતી હતી. પ્રથમના વખતમાં શ્રદ્ધાળુ રાજાઓ, શ્રીમંત શ્રાદ્ધ ભગવાનની ખબર જાણવાને અંગે કાસદીયાઓ રાખતા હતા. “પ્રવૃત્તિવાહક અધિકાર શ્રીઉવવામાં છે. સુલસાએ લોકોને જણાવ્યું: “આ કઈ માટે પાખંડી આબે લાગે છે, ભગવાન કયાં વિરાજમાન છે, તે મને બરાબર ખબર છે. આ ઢેગી ત્રણ ત્રણ દિવસ જુદો જીદ ઢોંગ કરી ન ધરે, તે વળી આજ તીર્થકર બજે! ભગવાન ગઈકાલે કયાં હતા અને આજે કયાં વિરાજમાન છે, તે મને કયાં ખબર નથી? ભગવાનને માયાવી સ્વાંગ સજનાર ઢોંગી, પાખંડીને તે વળી જેવા જવાનું હોય?, આ હદય છે સુલસાનું! ઇમીટેશનનું ઘરેણું પહેરીને દેખાવ કરનારની આબરૂ કેટલી? એવામાં જનારાઓ ઉત્તેજકજ ગણાયને! જૈન દેખાવ જોઈને ભેળપણથી જાય ત્યાં પણ નામમાત્ર જૈન ધર્મ કહેવાય, કેમકે બીજે દિવસે સાચું માલુમ પડે ત્યારે કઈ અસર થાય ! સાચું તે સાચું જ છે, પણ લોક વિચાર કરનારા હતા નથી, એ દષ્ટિએ સાચાપણની પ્રતિષ્ઠા જોખમાય છે ને!
અંબડનું કુતુહલ
અબડને હવે ખાત્રી થઈ કે “આ બાઈ જબરી છે, ધન્ય છે. સ્ત્રી જાતિમાં આવા પાત્રને કે જે મનને આટલી હદે દઢ રાખી શકે છે! અરે ! તીર્થકરનું રૂપ કર્યું તેય ન આવી, કેટલી બુદ્ધિમાન ! ભગવાને કાંઈ અમથા ધર્મલાભ થડ જ કહેવરાવ્યા હશે! એક સ્ત્રી જાતિની રગેરગમાં આટલી હદે સમ્યકત્વ, એનું રૂધિરાભિસરણ સમ્યકત્વ રંગે રક્ત અને હું પુરૂષ, પરિવ્રાજક છતાં મારા મનની કેવી અસ્થિર હાલત!. વંદન હે ભૂરિભૂરિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com