________________
-
—
-
-..
દેશના-૩૭.
[૧૫] હોય છે, અર્થાત્ એવી તાકાત સાથે જ તેઓ ઉત્પન્ન થાય છે, એટલે કે ઉત્પન્ન થાય કે બીજા સમયથી તેઓ વક્રિયપુણલે ગ્રહણ કરે છે. ઔદારિક શરીર ક્રમે વૃદ્ધિ પામે છે. ઝાડ અનુક્રમે વધે છે. અગ્નિની તમાં અનુક્રમ નથી. વૃક્ષને અગે, “આટલા વર્ષે આટલું વધ્યું એમ કહેવાય છે, કારણ કે ત્યાં વધવાના કમને, અનુક્રમને નિયમ છે. દારિક શરીરમાં ક્રમિકવૃદ્ધિ હેવાથી શનિ પામતા તથા શક્તિ પામેલા, એટલે કે પર્યાપ્ત તથા અપર્યાપ્તા, એવા બે ભેદ પાડી શકીએ. અગ્નિને અંગે, એ પ્રગટ થાય કે આખા મકાનમાં ઝાકઝમાળ અજવાળું પ્રસરે છે. ત્યાં પ્રસરણમાં કમ નથી. એ પ્રકાશ પહેલેથી છેલ્લે સુધી સરખી રીતે પ્રસરે છે. વૈક્રિય શરીર ઔદારિક શરીર માફક કમિક વૃદ્ધિવાળું નથી. સમુદઘાતથી વક્રિય રચાય છે, ઔદારિક રચાતાં નથી. ઔદારિક શરીરથી સહન ન થઈ શકે તેવાં સુધા, તૃષા, ટાઢ, ગરમી વેદના, વ્યથા, પીડા, દર્થના, માર, ઘાત, છેદન, ભેદન, દહન વગેરે વેદનાઓ નારકીઓ તેમનું વૈક્રિય શરીર હોવાથી સહન કરે છે. અહિં, પૂર્વે કરેલાં પાપનું સો ગણું, હજાર ગુણું, લાખ ગુણું, અસંખ્ય ગુણું, અનંતગુણું ફલ નારકીમાં આ રીતે ભેળવી શકાય છે. ઔદારિક દેહ હેય તે સજાના એક વખતના ભોગવટામાં ખલાસ !
આ લોકમાં ખૂનીએ ચાહ્ય તે એક ખૂન કર્યું હોય કે સે ખૂન કર્યો હોય પણ ફાંસી તે એક જ વારને! ગુન્હા ઘણું છતાં તેથી સજા ઘણી વખત કરવી તે સત્તાની બહાર છે. ત્યારે શું તે ગુન્હાઓ માફ થયા? રદ બાતલ થયા? ના, એવા કેઈ સામટા ગુન્હાઓના વિપાકના ભગવટા માટે નરક નિયત છે. આ લેકની રાજસત્તાના સાણસામાંથી છૂટી ગયેલ કુદરતને સાણસામાંથી છૂટી શકતો નથી. નારકીને જે વૈકિય શરીર ન મળ્યું હતું તે તે ગુન્હામાંથી ગુન્હેગાર ટી શકત, પણ એ બને જ કેમ? અનંતગુણી પીડા ભોગવવા માટે તે વૈક્રિય શરીરને વળગાડ છે. ખુબી કે છૂટાય નહિ, મરાય પણ નહિ એ તે વળગાડ તે વળગાડ! પારાના કણ કણ જુદા કરે, પણ પાછો ભેળા થઈ એકરૂપ થાય છે, તેમ નારકીના દેહ કાપીને ખડે ખડુ કરે તેય પાછા જોડાઈ જાય અને બીજી વેદના ભેગવવા તૈયાર!
આવું વક્રિય શરીર જે જીવને પહેલી જ ક્ષણથી મળે છે. તેને માટે શક્તિ (પર્યાગ્નિ) પામ્યા કે પામવી એ વખત જુદે કયાં? વૈક્રિયપણે વેકિય પુદગલે પરિણુમાવાય પણ તે શરીરમાં ઈન્દ્રિય, શ્વાસોશ્વાસ, ભાષા તથા મનની શક્તિ ક્રમિક જ થાય છે. આથી નારકીમાં પણ પર્યાપ્તા અપર્યાપ્તા ભેદ માનવા જ પડે. દરેક નરકમાં તેવા બે ભેદ છે, એટલે કે સાતેય નરકમાં આ બે ભેદ સમજી લેવા. હવે તિર્યંચ, મનુષ્ય તથા દેવતાઓને અંગે, આ ભેટ માટેનું વર્ણન અગ્રે વર્તમાન.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com