________________
ભગવતીજી નામ કેમ?
પ્રાતઃસ્મરણીય-પૂજ્ય-શ્રીગણધર ભગવતેએ દ્વાદશાંગીની રચના સમયે પાંચમાં અંગનું નામ વિવાહપન્નતિ રાખેલું છે. વિવાહ-પતિ નામથી વિખ્યાત પામેલ હોવા છતાં તે નામ ચતુર્વિધ સંધના કર્ણ પ્રદેશમાં જેટલી વાર શ્રવણ થતું નહિ હેય, તેના કરતાં અસંખ્ય ગુણીવાર શ્રી ભગવતીજીનું નામ શ્રવણ થતું હશે તે વાત શાસનમાં સુપ્રસિદ્ધ જ છે. પિતાને ઘેર જન્મેલી પુત્રીનું નામ જન્માવસ્થા “ સમયે, અગર નામ પાડવાના સમયે પાડવામાં આવે છે, તે જ નામથી પિયરમાં પ્રસિધ્ધી પામેલી પુત્રીનું નામ શ્વસુર-ગૃહમાં જતાં તુરત બદલાઈ જાય છે. પહેલાં નામે પરાક્રમ-વીર્ય ફેરવવાના અવસરમાં અગર કોઈ વિશેષ કાર્યવાહીઓની વિશેષતાથી અને પૂજ્યતાથી પૃથ્વી જનસમુદાયમાં પ્રસિદ્ધ બને છે, ત્યારે મૂળ નામ અદ્રશ્ય થાય છે, અને નવા નામથી આજે પણ જગત તેને આવકારે છે. તેવી જ રીતે વિવાહપતિ પદની પુનિત વ્યુત્પત્તિ પૂ. શ્રીગણધર ભાષિત નામની કિંમત આજે પણ ઘટી નથી, છતાં પણ પૂ. શ્રી ગણધર મહારાજે પાડેલું નામ પડી રહે છે, અને શ્રી સંઘે પાડેલા, અને અપનાવેલા નામને આજે પણ ચતુર્વિધ સંઘ વધાવે છે. પાંચમું અંગ વંચાતું હશે, વિચરાતું હશે. તસબંધી ગોદહન થતાં હશે, કે તત્સંબંધી રથયાત્રા-પૂજા પ્રભાવના થતી હશે; તે સકળ સંધમાં એજ બેલાય છે. કે શ્રી ભગવતીજી વંચાય છે ઈત્યાદિ. વિવાહપતિ નામથી ચતુર્વિધ સંઘ જેટલો પરિચિત થ નથી, તેના કરતાં ક્રોડ ગુણ શ્રી ભગવતીજીના નામથી સુપરિદ્ધિ થયું છે. આ વાતને પૂ. ગુરૂદેવ આગણાવતારે શ્રીભગવતી સૂત્રના પ્રથમ શતકની
દેશના-વીસમીમાં ખૂબ ઝીણવટથી સમજાવી છે. ભગવાનથી આગળ વધીને પૂજ્યતા પ્રદર્શક કોઈ શબ્દ નથી લેકમાં કહેવાય છે કે એને તે ભગવાન મળ્યા છે. સ્ત્રીને અંગે પણ ભગવતી શબ્દ છેલ્લામાં છેલ્લો વપરાય છે. આથી જ શ્રી ભગવતીજી સૂત્ર પ્રત્યે ચતુર્વિધ સંઘની પૂજતા, આદર પૂવર્કની બહુમાનતા, હાર્દિક-ભાવ, આરાધના-બુદ્ધિ. અને તેમાં રહેલ અપૂર્વ-તત્વ-જ્ઞાનને ખજાને દેખીને પૂજ્ય એવું શ્રી ભગવતીજી નામ કી ચતુવિધ સંઘે પાડેલું છે, અને ખૂબ ખૂબ આદર બહુમાન પૂર્વક અપનાવેલું છે. આ ભગવતીજી સૂત્રમાં ૪૧ શકે છે, અને તેના છત્રીસ હજાર પ્રશ્નોત્તરો છે. તે પૈકી આ ગ્રંથની દેશના આઠમા શતકને અનુસરતાં સૂત્રો પર અપાયેલી છે, તે વાંચકોએ ધ્યાનમાં રાખવું. આ આઠમા શતકમાં પુદગલ પરિણમન અધિકાર છે. આ ગ્રંથની બીજી દેશનાના પ્રારંભમાં પૂ. નવાંગીવૃત્તિકાર શ્રી અભયદેવસૂરિજી જણાવે છે
પૂર્વત્ર પૂજાસ્રાવથો માવા” ઈત્યાદિ પદેદાર વૃત્તિકારે જણાવેલો સંબંધ સૂચવીને પૂ શ્રી દેશનાકાર દેશના પ્રારંભ કરે છે. હવે આપણે પૂ. શ્રી દેશનાકાર દેશનાને પ્રારંભ-વાંચન કરતાં પહેલાં આપણે પૂ. શ્રી દેશનાકારને ઓળખીએ. પૂ. શ્રી દેશનાકારની ઓળખ
આ ગ્રંથની સઘળી દેશનાઓનું દાન દેનાર દેશનાકાર-પ્રાતઃસ્મરણીય-પરમ-વંદનીય-ગીતાર્થ-સાર્વભૌમ-વર્તમાનકાલીન-શ્રુતમાલીક-બહુશ્રુતધર–શ્રી તપાગચ્છ-સંરક્ષણકબદ્ધક્ષ-આગમાવતાર-આગમ ધારક શ્રીઆનન્દસાગરસૂરીશ્વરજી છે.
પ્રથમ ગણધર ભગવતે રચેલી શ્રીભગવતીજી સૂર-સંદર્ભ-સ્થિત સુધા-રહસ્યનું. તેજ રચનાને પ્રવર્તાવનાર પ્રવર્તક પંચમ ગણધર ભગવંતના પારમાર્થિક-પિયુષનું; અને વૃત્તિકારના વિશાળ આંતરિક ૧. જુઓ હવે પછી પ્રકાશન થનાર શ્રીભગવતી સૂત્રના વ્યાખ્યાને ભાગ લે દેશના ૨૦મી પૃ. ૧૧૨ થી ૧૪ સુધી. ૨. જુઓ વ્યાખ્યાન પ્રજ્ઞપ્તિ (મરચાનાની) આઠમા શતકના પ્રારંભમાં, બીજી આવૃત્તિ:-પ્રકાશક:
શ્રીષભદેવજી કેસરીમલ “જન છે. સંસ્થા. વિ. સ. ૧૮૮૬.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com