________________
*
=
=
=
-
-
-
- -
-
- - -
-
-
-
-
-
-
- -
- -
-
- - - -
દેરાના–૩૨.
[૩૫] મૂલ્યને આધાર તેલ ઉપર નથી, પરંતુ તેના સોના પણ ઉપર છે, તેવી જ રીતે જીવના છેવત્વને આધાર તેના સ્વરૂપ ઉપર છે. ભલે કર્મને સંગ છે, છતાં તે જીવે પણ સ્વરૂપે તે કર્મ રહિત છ સમાન જ છે. સૂક્ષ્મ કે બાદર કઈ પણ જીવ છે, સ્વરૂપે ભિન્ન નથી. સૂક્ષ્મ એકેન્દ્રિયને જીવ તથા સિધ્ધ મહારાજને જીવ સ્વરૂપે બને સમાન છે. સ્વરૂપે કેવલજ્ઞાન વગરને કેઈપણ જીવ નથી. આથી તે દરેકને કેવલજ્ઞાનાવરણીય કર્મ માની શકાય છે. કમાડે અંધારું કર્યું, એ કયારે કહેવાય છે કે જ્યારે અંદર દીપક હોયતેજ બોલી શકાય છે. જે બધા જીવ કેવલજ્ઞાન સ્વરૂપ ન હોત તો કેવલજ્ઞાનાવરણ કર્મ બધાને નજ મનાય, અને માનીએ તે સર્વ જીવોને કેવલજ્ઞાન સ્વરૂ૫ માનવામાં આવે. જે કેવલ જ્ઞાન જ હોય તે કેવલજ્ઞાનાવરણય કર્મ કશે કોને ? મતિજ્ઞાન શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન; અને મન:પર્યવજ્ઞાન એ બધાં તે કેવળજ્ઞાનને એંઠવાડો છે. સૂર્યની તરફ વાદલ હોય તે પણ વાદલમાંથી સૂર્યને પ્રકાશ તે પડે છે, તેમ મતિ આદિ ચાર જ્ઞાનમાં પણ સમજવું. વાદલદ્વારા સૂર્યને પ્રકાશ આવે છે, તો પણ બચેલો પ્રકાશ બારીમાંથી આવે છે. વાદલાએ અવરાય તેટલે સૂર્ય પ્રકાશ આવે, તે પણ બચેલે પ્રકાશ બારી વાટે મળે. કેવલજ્ઞાન એ જીવનું સ્વરૂપ, તેને કેવલજ્ઞાનાવરણીય કમેં ઢાંકણું, છતાં પણ શાસ્ત્રકાર કહે છે કે એ કર્મનું એવું સામર્થ્ય નથી, કે કેવલજ્ઞાનનેએ સ્વરૂપે, સદંતર ઢાંકી શકે. ગમે તેવાં જબરદસ્ત વાદળાં હેય, છતાં ચંદ્રસૂર્યની પ્રભા કંઈક કંઈક તે પ્રકાશ આપે છે. ચંદ્રસૂર્યની પ્રભાનો નાશ કરવાની તાકાત વાદલામાં નથી. દિવસે ગમે તેટલાં વાદલાં સૂર્યને ઘેરે, છતાં રાત્રિ જેવી સ્થિતિ તે ન જ થાય. તે પછી અમાવાસ્યાની મધ્યરાત્રિ જેવી સ્થિતિ તો થાયજ શાની ?, કેવલજ્ઞાનાવરણીય કર્મ ગમે તેવું ગાઢ હોય, છતાં જીવની જ્ઞાનપ્રભાને સર્વથા આવરી શકતું જ નથી.
સંસારી જીવને શરીર તો હોય જ.
ઇંદ્રિયથી અને મનથી થતા જ્ઞાનને મતિજ્ઞાન કહ્યું છે. બીજાઓએ જ્ઞાનના વિભાગ સમજાવવા પ્રત્યક્ષ, અનુમાન, અને ઉપમાન એ શબ્દોને ઉપયોગ કર્યો છે. આત્માની ક્ષયોપશમ શકિત ઉપર ધ્યાન રાખીને કમ પ્રકૃતિના વિચારમાં જેને એ જ્ઞાનના પ્રત્યક્ષ અને પરોક્ષ, એવા બે ભેદ કહીને, પ્રત્યક્ષાવરણય, પરીક્ષાવરણીય ભેદ ન રાખતાં મતિજ્ઞાનાવરણીય, શ્રુતજ્ઞાનાવરણીય અવધિજ્ઞાનાવરણીય, મન:પર્યવજ્ઞાનાવરણીય; તથા કેવલજ્ઞાનાવરણીય એવા ભેદ પાડયા છે. સંસારી જીવોની ઉત્ક્રાંતિ કઈ રીતે?, સર્વ સંસારી જીવો માટે સર્વ કાલે જે જ્ઞાન થાય છે, તે ઈંદ્રિયદ્વારા થતું જ્ઞાન છે. એ કેન્દ્રિયમાં સ્પર્શજ્ઞાન છે, અને તે સ્પર્શનેન્દ્રિયનું જ્ઞાન સર્વ વ્યાપક છે. બીજી ઈદ્રિય વ્યાપ્ય છે, જ્યારે સ્પર્શનેંદ્રિય વ્યાપક છે. વ્યાપક હોય તે ઘણું સ્થાન રોકે છે, પણ વ્યાપ્ય થોડું સ્થાન રોકે છે. શરીર કરતાં, કાન, ચક્ષુ, નાક, જીભ મેટાં છે? ના. સ્પર્શનું ભાન બધે થાય. સંસારી જીના ભેદમાં શરીર વગરને જીવ મળશે નહિ. એકેન્દ્રિયાદિથી થાવત્ પંચેન્દ્રિય સુધી ગમે તે જાતિમાં, ગમે તે ગતિમાં, જવને શરીર તો હોય જ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com