SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ -- -- [૧૧૮] શ્રીઅમેધ-દેશના-સંગ્રહ. કરવામાં આવે છે. જેટલાંઓએ કર્મોનો ક્ષય કર્યો છે, કરે છે, કરશે તેમાં કારણરૂપ તે શ્રીજિનેશ્વર દેવનાં વચને જ છે, છતાં રોહિણીઆ ચેરનું દૃષ્ટાંત જણાવવામાં આવ્યું છે. તેમ દષ્ટાંતે પણ એક જ ગુણથી ઉદ્ધારની દષ્ટિએ દેવાય છે. વિનય, વૈયાવચ્ચાદિ તમામ ગુણોનું સેવન શ્રીજિનેશ્વરદેવનાં વચનના આધારે જ છે. કર્મક્ષયમાં, પુણ્યબંધમાં, અનુત્તર દેવલેકમાં જવામાં એટલે તમામમાં શ્રીજિનેશ્વરદેવનાં વચનનું જ આલંબન છે, છતાં રોહિણીઆ ચેરનું દષ્ટાંત એટલા માટે, કે એનામાં બીજે કઈ ગુણ હોય કિવા ન પણ હોય, પણ માત્ર ભગવાનનું એક જ વચન એનું ઉદ્ધારક બન્યું, માટે એનું દષ્ટાંત તે ગુણને અંગે, તે ગુણની વિશિષ્ટતા વર્ણવવા માટે કહેવામાં આવ્યું છે. કોઇની ભયંકર પરિણામને જણાવવામાં અંડકોશીયાનું દૃષ્ટાંત શાસ્ત્ર પ્રસિદ્ધ છે. શું બીજાઓએ ક્રોધ નથી કર્યો, કેધથી કઈ નરકે ગયા છે, છતાં પંચમહાવ્રતધારી સાધુ એવા ચંડકૌશિકનું દષ્ટાંત કેમ આપ્યું, એ સાધુમાં બીજા ઘણું ગુણો હતા. શ્રી જિનેશ્વર દેવના વચને સ્વીકારીને, એ ત્યાગી બન્યું હતું, એણે સદ્ધિ સમૃધ્ધિનો સદંતર ત્યાગ કર્યો હતો, સંયમને જીવન પર્યત સ્વીકાર્યું હતું, કાયાની દરકારને પણ તિલાંજલિ આપી હતી, તપશ્ચર્યા પણ જેવી તેવી નહિં, પણ ઉગ્રપણે ચાલુ હતી. તે સાધુ માત્ર ક્રોધના પરિણામે જ ચંડકોશીઓ નાગ, અને તે પણ દષ્ટિ વિષ સર્ષ થયે. જે તીર્થકરના વચનોથી સંયમી હતું, તેજ ક્રોધના કારણે શ્રીતીર્થકર ભગવંતને ખુદને મારી નાંખવા તૈયાર થનાર સર્ષ થયે! કેપે એની આ દશા કરી, માટે એનું દષ્ટાંત આપવામાં આવે છે. ચંડકેશીઓ ત્રણ ત્રણ વખત વિષની વાલા ભગવાનને પ્રજ્વલિત કરવા ફેકે છે. જે કે ભગવાને તે તેની લેશ પણ અસર થતી નથી, પણ ચંડકોશીઆની ચાંડાલિયતમાં કંઈ કસર છે?, જેની દષ્ટિ માત્રથી સામે મરે, તેને દષ્ટિ વિષ સર્ષ કહેવામાં આવે છે. ત્રણ ત્રણવાર એ ચંડકેશીઆ નાગે ભયંકર દષ્ટિ વિષની જવાળાઓ ભગવાનને ભસ્મીભૂત કરવો ફેંકી, તેની જરા પણ અસર થઈ નહિ, ત્યારે તે ડંખ મારવા તૈયાર થયું. આ જીવ માત્ર ક્રોધને અંગે કેટલું પતન પામ્ય! માત્ર કેધનું જ આટલી હદે પતનની પરાકાષ્ઠાવાળું પરિણામ આમાં છે, માટે એનું દષ્ટાંત દેવામાં આવે છે. લિંગની પ્રધાનતા નવરૈવેયક તથા પાંચ અનુત્તર દેવવલેક કેને મળે ? પેટંટ દવાનું રજીસ્ટ્રેશન કરાવે તે તે માર્કવાળી દવા કંઈ વેચી શકે જ નહિ. એમ દુતિયાદારીમાં વ્યક્તિગત રજીસ્ટ્રેશન છે. અહિં નવગ્રેવેયક તથા પાંચ અનુત્તર વિમાનને અંગે રજીસ્ટ્રેશન વ્યક્તિગત નથી, પણ ગુણને અંગે છે. આ વિમાન મેળવનારાઓ પૂર્વભવમાં પંચમહાવ્રતધારી તે હેવાં જોઈએ. પિતાને જેમ સુખ પ્રિય છે, સુખનાં સાધન પ્રિય છે, દુઃખ અપ્રિય છે તેમ તમામ પ્રાણિઓને સુખ પ્રિય હોય, દુઃખ અપ્રિય હેય, તેમ માનીને પ્રાણી માત્ર સાથે એવી માન્યતાનુસાર વર્તે. પિતે નિરોગી હેય માટે જગત્ પણ નિગી માની કેઈની દવા ન કરવી એમ નહિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034770
Book TitleBhagwati Sutrani Deshnao
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri, Hemsagar Gani
PublisherSiddhachakra Sahitya Pracharak Samiti
Publication Year1949
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy