________________
દેશના-૨૯.
[૧૨૫] ઉતારે છે, એમ કઈ પ્રકારે રમતગમતમાં તે રાણીઓને તે કેણીકની સ્ત્રીએ જોઈ. કેકની રાણીથી ઈર્ષ્યા યેગે આ જોયું ગયું નહિ. ઈર્ચામાં આવેલી સ્ત્રી અને તેમાં રાણું શું ન કરે?, રાણીએ સેચાનક હાથીની માંગણી કણીક પાસે કરી. કણકે કહ્યું કે એ તે એના ભાગ પેટે પિતાજીએ તે હાથી તે હલ વિહલને આપે છે, એટલે શીરીતે મંગાય!' સ્ત્રીને જે વસ્તુની ઈચ્છા થઈ તેને અંગે સાચી દલીલ, અગર સાચા સમાધાનને તેની પાસે અવકાશ રહેતે નથી. રાણીએ દલીલ જ કરી, કે “હાથીની ગણના તે રત્નમાં છે, અને રત્ન તે રાજ્યમાં જ રહે અને તે રાજાને જ શોભે. વહેંચણ તે જગ્યાની હય, આવાં રાજયરત્નની વહેંચણું હાય જ નહિ” કણકે કહ્યું કે નવાં ઉત્પન્ન થતા રત્નાદિનો માલિક રાજા, પરંતુ જેના તાબામાં છે તે રત્નોને પડાવી લેવાં એ ન્યાય નથી. રાણીએ તે માન્યું નહિ, અને તેણે તે હવે આગળ વધીને કહ્યું કે “મારે એ હાથી, અને નંદાએ આપેલાં હાર, તથા દિવ્ય કુંડલા તે જોઈએજ” કેણિકે કામિનીના દાગ્રહને વશ થઈને, પિતાના ભાઈઓને હલ-વિહલ્લને કહેવરાવ્યું કે સેચાનક હાથી, હાર, કુંડલ ત્યારે મને કઈ પણ પ્રકારે આપી દેવા, તેના બદલામાં હું હવે રાજ્યનો બીજો ભાગ આપીશ.
હલ્લ–વિહલે વિચાર્યું કે રાજ તે એ છે, રાજા તરજ પ્રજા રાગવાળી હોય, એ સામાન્ય નિયમ છે, પ્રજા રાગવાળી હોય કે રાગ વગરની હેય પણ સત્તાધીશ તે રાજા જ ગણાય, આજે રાજ્ય આપીને કાલે એ પણ તે પડાવી લે તે એને કોણ રોકે ?, ભાગમાં મળેલા હાથી, હાર તથા કુંડલ કે જે પિતાએ આપેલાં છે, તે માંગતાં જેને લજજા ન આવે, જેને ન્યાય અન્યાયને વિચાર ન થાય, તે પિતે આપેલા રાજ્યને ખુચવી લેતાં શેને લજજાય ?; રાજ્ય લેવામાં કાંઈ સાર નથી, તેમજ હાથી વગેરે લીધા વિના એ રહેવાને નથી; માટે હવે કરવું શું?, નિરાધાર બાલકનું શરણ મોસાળ છે. હલ્લ વિહલ્લ બંને ભાઈઓ વચે ન્હાના હતા. રાતોરાત તેઓ પિતાની માતાના પિતાજી ચેડા મહારાજાને ત્યાં સીંચાણે હાથી વગેરે પિતાની ત્રણ વસ્તુ લઈને ચાલ્યા ગયા. હલ અને વિહલ એ બંને ચેડા મહારાજાના હિત્રા હતા,વળી શરણે આવ્યા, શરણાગત થયા, અને કેણિકની માગણી પણ અન્યાયી હતી, એટલે ચેડા મહારાજાએ સંપૂર્ણ આશ્વાસન પૂર્વક આશ્રય આપે. કણકે ચેડા મહારાજાને કહેરાવ્યું કે “જે દેશને હાલો ગણતા હે તે, હલ વિહલ્લને મને સત્વર સેંપી દે, અને તેમને આશ્રય ન આપ, નહિં તે યુદ્ધની ઉપસ્થિતિ થશે.”
ચેડા મડારાજાએ પ્રત્યુત્તર સજજડ મેકલી આપ્યો કે “કાયદે તેને જ સ્વીકારાય છે, સંદેશ તેને જ સંભળાય છે કે જે તટસ્થ હોય, અને ન્યાયી હોય. અમારા રાજ્યમાં કેને આવવા દે, કોને ન આવવા દે, કેને આશ્રય આપ, કેને આશ્રય ન આવે, એ અમારી મુખત્યારીની વાત છે. સ્વતંત્રપણુમાં આગ્રહી બીજાના ફરમાનને સામાન્યરીતિએ પણ તાબે ન થાય, તે પછી અવિચારિ-ફરમાનને તાબે થવાનું તે હોય જ શાનું ?, હલ્લ-વિહલને ભાગમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com