________________
[૧૧૮]
卐
મિત્ર કેવી સંલાહ આપે?
શ્રીઅમેાત્રદેશના-સ’ગ્રહ.
જન્મ પામેલાને રમાડવાની રમુ જ માટે સૌ દોડે છે. જન્મેલાને રમાડવામાં સૌને રમુજ આવે છે, પણુ જણનારીને જન્મ આપવામાં રહેલા જોરને ખ્યાલ કાઇને નથી. તેમ કથાને, કથાના પુણ્યના પરિણામ દેખાડનાર સુંદર ભાગને રસ સૌને છે, પણ એવી સુંદર સ્થિતિ ઉત્પન્ન થાય છે શાથી ?, એવી કથા રચાઇ શાથી, એને ખ્યાલ થાય છે ?, નાગકેતુના પૂર્વભવ તરફ દૃષ્ટિ કરે! એરમાન માતાને વશ પડેલા એ ત્યાં બાલક હતા. શત્રુ ચુલામાં શેકે એતે દુનિયાને દેખાડી શકાય, અર્થાત્ દુનિયા દેખી શકે પણ એરમાન માતાના શેકાવાથી પડેલા ડાઘ, ડામ, થતી બળતરાને ખ્યાલ કઈ રીતે લોકેને કરાવાય ? એ ભવમાં એ માલક એરમાન માતાથી શેકાયા જ કર્યાં છે, કઈ પણ ધર્મ કર્યો નથી. સુખ દુઃખનું કારણ શુ છે, એની ખાલકને ગતાગમ કયાંથી હોય ? આ બાલકે પેાતાના એક જરા મેટી વયના ઢાસ્તને પેાતાની રાજની આકૃતની કથની કહી સંભળાવી. પેલે પણ હતેા તે નાની વયને, પણ આનાથી જરા મેટા, એટલે એણે સામાન્યતઃ પેતાના કુટુબમાં સાંભળેલુ યાદ રહેલું, તે આધારે આણે તેણે સલાહ આપી. કુટુંમ્બેમાં થતી સારી કે નરસી વાતચીતના લાભ અને હાનિ પર પરાએ પણ કામ કરે છે. મિત્રનું કામ સલાહ આપવાનુ છે. વિવેકી મિત્ર સારી સલાહ આપે છે, અને હિતકર માર્ગ બતાવે છે. અવિવેકી મિત્ર અહિતકર માર્ગ બતાવે છે, માટે વિવેકી મિત્ર મળવા, સારા સલાહકાર મળવે! એ પણ પુણ્યદયે જ અને છે, પેાતાના મિત્રની વાત સાંભળતાં જ તે મિત્ર, કહ્યું કે “જો ભાઈ ! એરમાન માતા દુઃખ દે છે, એ વાત ખરી પણ પૂર્વ ભવમાં તે ધર્મ નથી કર્યો, પાપ કર્યું છે, જેનું આ પરિણામ છે. ” બાલકની સલાહ સામાન્ય ભાષામાં, વયને અનુસાર હાય. મિત્રે કહ્યું, કે હવે ધ કર જેથી ભવિષ્યમાં દુઃખ ન થાય.” વત માનને અંગે વિચારીએ તે કાંટાથી દૂર રહેવાનુ બને, અને કાંટા વાગ્યા હેાય તે કાઢી નાંખવા, કે કાં તેા સહન કરવું એ જ બને. કાંટો કાઢવાથી પણ ભવિષ્યમાં કાંટે નહિ જ વાગે એમ નથી. વમાનમાં ઉપસ્થિત થયેલે વ્યાધિ દવાથી મટે છે, પરન્તુ તેથી ભવિષ્યમાં વ્યાધિ ન જ થાય એમ નથી. ભવિષ્યમાં ન થાય માટે પણ ઉપાયે કરવાની આવશ્યકતા છે.
66
ધના વિચારે ભવાંતરે અમલ કરાવ્યા.
પેલા મિત્રે એને ભવિષ્યના નિરૂપદ્રવપણા માટે તપશ્ચર્યાં કરવાની સલાહ આપી. ખાલકમાં પણ તપનું મહત્વ કેટલું વ્યાપેલુ હશે કે! મિત્રના મુખથી આ વાત સાંભળીને પેલા ખાલકે હૃદયમાં સંકલ્પ કર્યો કે ‘પર્યુષણમાં હું અર્જુમ કરીશ' આ વિચારમાં તે ખાળક તે દિવસે કઈ કારણવશાત્, માનુની એક ઝુંપડીમાં સૂતે. એરમાન માતા આ માલકના નાશ કરવા લાગ જોયા કરતી હતી, તે તેણીને મળ્યું. તેણીએ શું કર્યું?, અગ્નિ નાંખ્યો અને ઝુંપડી સળગાવી !,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com