________________
[૧૧]
શ્રીઅમોધ-દેશના-સંગ્રહ. લાખ મળ્યા પછી સંતેષ રાખે તો પણ રહેતો નથી. લાખ પછી કોડની, કોડ પછી અબજની ઈચ્છા, અજબ રીતિએ વધે છે. તે પછી ચક્રવર્તી પણાની, દેવતાઈ સાહ્યબીની યાને દેવત્વની, ઈદ્રિપણાની એમ ઈચ્છા ઉત્તરોત્તર પેલા પાણીમાંના કુંડાળાની જેમ ફેલાતી વધતી જ જાય છે. ઈંદ્રપણું મળ્યું ત્યાં પણ કઈ દશા?, સરહદને, સરહદ ઉપર સત્તાનો લેભ!; સરહદમાંના વિમાનો મેળવવા માટે તેજ ઈંદ્રો વચ્ચે ઝઘડાનું કારણ ઊભું થાય છે. આ પરિસ્થિતિમાં યુદ્ધ ન થાય, તે માટેની વ્યવસ્થા સારૂ લેકપાલ તથા ત્રયાસ્ત્રિશત્ વર્ગ છે. ઝઘડો વચ્ચે તે તે ઇદ્રિો, ઉપરના ઈંદ્રોને સ્મરણ કરીને બોલાવે, અને તે કહે છે તે જ ચૂકાશે બેય ઈદ્રો માન્ય રાખે છે. પહેલા દેવલોકના ઈંદ્ર તથા બીજા દેવલોકના ઈંદ્ર વચ્ચેના ઝઘડાને નિકાલ ત્રીજા દેવલેકને ઇંદ્ર કરે છે. ત્રીજા દેવલોકના ઈંદ્ર તથા ચેથા દેવલેકના ઈંદ્ર વચ્ચેના કલહનું નિરાકરણ પાંચમા દેવલેકને ઇંદ્ર કરે છે. પાંચમા વિગેરે દેવલોકમાં પોતાનો ચૂકાદો પિતે જ કરે, એ રીતે વ્યવસ્થા સમજવી. આ રીતે બાર દેવલોક ઇંદ્રાદિકની
વ્યવસ્થા સહિત છે. સુધર્મથી યાવત્ અય્યત દેવલોક સુધી સમજવું. જે જીવોએ જેવા કર્મ– પગલે પરિણમાવ્યા હોય, તેવા તેવા સ્થાને તે તે ઉપજે છે. વ્યવસ્થાવાળા વૈમાનિક–દેવલેકનું નામ “કપિન્ન” શાસ્ત્રમાં કહ્યું છે.
કપાતીત દેવલોકે કયા?
વૈમાનિક–દેવલેકના બીજા પ્રકારનું નામ કપાતીત છે. જ્યાં “કલ્પ” એટલે આચાર નથી, વ્યવસ્થા નથી, તે દેવલોકનું નામ “કલ્પાતીત” છે; અને આ દેવકને ઉત્તમ, શ્રેષ્ઠ કહેલ છે. અહિં શંકા થશે કે જ્યાં વ્યવસ્થા જ ન હોય, ત્યાં શ્રેષ્ઠતા કઈ રીતે માનવી?, દુનિયામાં દેખીએ છીએ કે જ્યાં વસતી છે, ત્યાં વ્યવસ્થા હોય છે; પણ જગલીઓમાં વ્યવસ્થા હેય જ નહિ. જેમ કલ્પાતીત દેને વ્યવસ્થા વગરના છતાં ઉત્તમ કહ્યા-શ્રેષ્ઠ કહ્યા તેમ વ્યવસ્થા વગરના છતાં પાંચ અનુત્તરના દેવને પણ શ્રેષ્ઠ કહ્યા છે. નવ ગ્રેવેયકનું સ્વરૂપ વિચાર્યા પછી ત્યાં વ્યવસ્થાની જરૂર છે કે નહિ તે ખ્યાલમાં આવશે. મનુષ્યલોકમાં મનુષ્યને સમુદાય એકઠે થઈને રાજા નિયત કરે છે, પણ સિંહની જાતિમાં ક્યા રાજા?, અને કયે નેકર; જ્યાં બલમાં, સગે–વગેરેમાં તીવ્રતા, મંદતા છે ત્યાંજ વ્યવસ્થાની જરૂર છે. જ્યાં સરખાપણું છે ત્યાં સ્વામીપણું કે સેવકપણું હતું જ નથી. આને અંગે વિશેષ અધિકાર અગ્રવર્તમાન.
E
F
F
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com