________________
જયારે હરિ ભકિત આવે, પ્રગટે મહાદશા, ત્યારે શ્રીકૃષ્ણ કેવળ, તને હૃદયે વસ્યા. ૭ વસે હરિ હૃદયે તેને ગેપી પ્રસાદથી, કર જોડી પ્રીતમ કહે, ગુરુ સંવાદથી ૮ હરિની અપાર લીલા, અગમ અગાધ ગતિ,
પ્રેમ થયે પીવા તણે ગુરુ પ્રતાપથી ૮ હરિ ગુરુ સત તણું, શુંભ ક્રિીપારથે કરી, સ્નેહે સરસ ગીતા, આનંદ ઉચરી. ૧૦૦ ઠાકર કુંજ બીહારી, પ્રસિદ્ધ પ્રકાશ છે, સંદેહ સુરમાંહી સદા, આનંદ વિલાસ છે. ૧૧ તેને ચરણે હરિ કથા, કહેલી પ્રીતશું, સાધુને સંગે મળી, ગાઈ રસ રિઝળું ૧૨ સંવત અઢાર વર્ષ, વિશી છે વિષ્ણુની, એકીશ અશાડ શુદે, લીલા કહી કૃષ્ણની. ૧૩ તૃતિયા ચંદ્ર વારે કથા પુરી થઈ પ્રેમની પ્રીત અતી; ગીતા રસ ગુણમયી. ૧૪ પતિતને પાવન કરે, એવા ગુણ ગાય છે, ચોપાઈ ચારસે નવ, વીશ વિશ્રામ છે. ૧૫ ગાય શીખે સાંભળે ભાવે, ભાગ્ય એ તે દેહના, તેને હરિ કૃપા કરે, ટળે દુઃખ તેહનાં ૧૬ હરિ ગુણ ગાતાં હેતશુ ઉધી અધમ અનેક, પ્રીતમ પલક ન છેડીએ, હરિ કીર્તનની ટેક. તિલક છાપ તુલશી કઠે, મુખ ગોવિંદ ગુણ, પ્રીતમ વાણી સુણતાં પતિત થાય સગણ તે ૧૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com