________________
એવી અલબેલે વહાલે વાઈ જ્યારે વાંસળી; સુંદરી સર્વે સુતી શુધ તનની ટળી. પ ઉલટાં અંગ ધર્યા આભૂષણ ભામિની; ગત મત ભૂલી ગોપી ગોકુળ ગામની. ૬ અવળાં અંબર એાઢયાં ઊઠી ધાઈ ચોપમાં મન તે જઈ નીરખતું સુંદર સ્વરૂપમાં ૭ પતિ પરિવાર તજી નારી સહુ નીસરી; સદન સામું ન જોયું કેણે પાછું ફરી. ૮ જુવંતી જુથ મળી ધસમસ ધાય છે, એને કર કંકણ કેરા શબ્દ બહુ થાય છે. હું વંદ્વાવન વેગે આવી સરવે સુંદરી, નટવર નાથ હરિ નીહાળ્યાં નેણે ભરી. ૧ સનમુખ શીશ નામી ગોપી ઊભી રહી, અબળા પ્રત્યે એમ લાલે વાણી કહી. ૧૧ કહે કેમ અર્ધ નિશાએ આવ્યાં સહુ સુંદરી, માનુની મદિર તજી ધાયાં સચિત ધરી ૧૨ તમ પતિ પૂછશે ત્યારે કેશે શું કામની, જુવંતી જેમ જુગ વીતી ગઈ દામની. ૧૩ પતિવ્રત ધર્મ પાળે પોતાને જે પ્રેમદા, મારું કહ્યું માનુની માને સુખ થાશે સર્વદા. ૧૪ લાજ મરજાદા ન આણું તો કાંઈ તારુણી વેદમાં વાત નિંદી પ્રીત પરનારી તણ. ૧૫ વહાલાનાં વચન એવાં શ્રવણે સાંભળી, મનની ધીરજ મટી સહુ ચરણે ઢળી. ૧૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
WWW.umaragyanbhandar.com