________________
બહુ ડાહી છે નવ જાય ભાંજી; કુમકુમનું ટીલું કીધું છે ભાલે, ટપકું કસ્તુરી કેરું છે ગાલે. ૬૦ પાન સેપારી શ્રીફળ જેડે, ભરી પિસ ને ચડીઆ વરઘોડે ચડી વરઘેડે ચઉટામાં આવે, નગરની નારી મોતીએ વધાવે. ૬૧ વાજાં વાગે ને નાટારંભ થાય, નેમ વિવેકી તારણ જાય; ધુંસળી મુસળને રવઈએ લાવ્યા, પખવા કારણ સાસુજી આવ્યાં. ૬૨ દેવ વિમાને જુવે છે ચડી, નેમ નહિ પરણે જાશે આ ઘડી; એવામાં કીધે પશુએ પિકાર, સાંભળે અરજી નેમ દયાળ. ૬૩ તમે પરણશે ચતુર સુજાણું પરભાતે જાશે પશુન. પ્રાણ; માટે દયાળુ દયા મનમાં દાખો, આજ અમને જીવતા રાખે. ૬૪ એ પશુઓને સુણ પોકાર છોડાવ્યાં પશુઓ નેમ દયાળ; પાછા તે ફરિયા પરણ્યા જ નહિ, કુંવારી કન્યા રાજુલ રહી. ૬૪ રાજુલ કહે છે ને સિદ્ધાં કાજ, દુશમન થયાં છે પશુએ આજ સાંભળો સર્વે રાજુલ કહે છે, હરણને તિહાં ઓલ દે છે. ૬૬ ચંદ્રમાને તે લંછન લગાડ્યું, સીતાનું તે તે હરણ કરાવ્યું; મારી વેળા તે કયાંથી જાગી, નજર આગળથી જાને તું ભાગી. ૬૮ કરે વિલાપ રાજુલ રાણી, કર્મની ગતિ મેં તે ન જાણી; આઠ ભવની પ્રીતિને ઠેલી, નવમે ભવ કુંવારી મેલી. ૬૮ એવું નવ કરીએ નેમ નગીના, જાણું છું મન રંગના ભીના; તમારા ભાઈએ રણમાં રઝળાવી, તે તે નારી ઠેકાણે લાવી.. ૬૯ તમે કુલતણે રાખે છે ધારો, આ ફેરે આ તમારો વારે; વરઘોડે ચડી માટે જશ લીધે, પાછાં વળીને ફજેતે કીધે. ૭૦ આંખે અંજાવી પીઠી ચળાવી, વરઘોડે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com