________________
6 : જેનદર્શન શ્રેણું : ૨-૩
દેવ-દેવીઓનું પૃથ્વી પ્રત્યે આકર્ષણ પૃથ્વી પર જ્યારે તીર્થકરને જીવ અવતરવાનાં ચિહ્નો પ્રગટ થાય છે ત્યારે એ પવિત્ર આત્માઓના પુણ્યબળે સ્વર્ગમાં રહેલાં દેવદેવીઓને પૃથ્વી પ્રત્યે આકર્ષણ થાય છે. વામાદેવીના ઉદરમાં પાર્શ્વનાથનું આગમન થયાના સમાચાર જાણું. દેવદેવીઓ ભગવાનનાં માતાની સેવામાં હાજર થઈ ગયાં. તેઓ માતાની સાથે આનંદકારી ધર્મવાર્તા કરતાં હતાં.
એક વાર માતાએ પૂછ્યું: “દેવી! આ જગતમાં ઉત્તમ રન કયાં હોય ?”
દેવી : “માતા ! તે તે તમારા ઉદરમાં છે.” માતા : “દેવીએ! પૃથ્વી આટલી પ્રકાશિત કેમ જણાય.
દેવી : “માતા ! એ પ્રકાશ આપના ઉદરમાં રહેલા પુણ્યાત્માના જ્ઞાનને છે.”
માતા : “દેવીએ ! સૃષ્ટિ કેવી મનહર નવપલ્લવિત જણાય છે?”
દેવીઓ : “માતા ! આપના ઉદરમાં રહેલા ગર્ભના આગમનનું એ મંગળકારી સૂચક છે.”
દેવી માતાને પૂછતી કે, “માતા ! આપને કેવી ભાવનાઓ થાય છે ?” ત્યારે માતા જવાબ આપતાં કે “જગતના સૌ જીવો ધર્મ પામે. ધર્મ દ્વારા સુખી થાઓ, કઈ જીવ જગતમાં દુઃખ ન પામે, સર્વત્ર શાંતિ વક્ત એવી ભાવના થયા કરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com