________________
4: જેનદર્શન-શ્રેણી: ૨-૩ સુશોભિત મંદિરે હતાં. વળી અનેક કળાપૂર્ણ પ્રાસાદોથી નગરી શેભતી હતી. ચારે બાજુ વન-ઉપવનની શોભા એ. નગરીની રમણીયતામાં વૃદ્ધિ કરતી હતી. આ મહાનગરીમાં અવસેન રાજા રાજ્ય કરતું હતું. તેને વામાદેવી નામે પટરાણ હતી. રાજારાણી બંને શીલવાન હતાં. રાજા સંતેલી. તથા સદાચારી હતા, અને રાણે પતિના માર્ગને અનુસરનારા
હતાં.
પાર્શ્વનાથને જીવ દેવાયુ પૂર્ણ થતાં વામાદેવીન.. - ઉદરમાં આવ્યું. તે વખતે અર્ધરાત્રિને સમય હતું ત્યારે, વામાદેવીએ તીર્થકરના જન્મને સૂચવનારા ચૌદ દિવ્ય સ્વપ્ન પિતાના મુખમાં પ્રવેશ કરતાં જોયાં. મંગળસૂચક સ્વપ્ન જોઈને વામદેવી સઉલ્લાસ જાગ્રત થઈ પિતાના. શયનખંડમાંથી નીકળીને રાજાની પાસે તેમના શયનખંડમાં ગયાં અને જોયેલા સ્વપ્નનું સવિસ્તર વર્ણન કર્યું.
સ્વપ્નવર્ણનનું શ્રવણ કરીને રાજા અતિ પ્રસન્ન થયા અને સ્વપ્ન પાઠકને આમંત્રણ આપીને લાવ્યા. તે સ્વપ્ન પાઠકેએ આશ્ચર્ય સાથે તે તે સ્વપ્નનું ફળ જણાવ્યું.
સ્વપ્નપાઠકએ કહેલું સ્વપ્નનું ફળ
સ્વપ્ન પાઠકેએ પરસ્પર વિનિમય કરીને કહ્યું કે, “હે રાજન! આ સ્વપ્નનું ફળ અતિશય મહાન છે. તે તમે સાંભળોઃ
(૧) સુંદર હાથીના દર્શનથી તમારે પુત્ર મહા દાનવીર થશે.
(૨) બળવાન વૃષભના દર્શનથી તમારો પુત્ર મહાશક્તિવાન થશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com