________________
ભગવાન પાર્શ્વનાથ
પ્રભુ! હું છું કે, પારસ તમે છે, વિભુ! તમને સ્પર્શીને, પારસ થવા માગું છું.'
પરમાત્માને પવિત્ર જીવનને સ્પર્શીને સ્મરણ કરી માનવ જીવ માત્ર પાવન થાય છે. પરમાત્મા પાર્શ્વનાથને જન્મ ભગવાન મહાવીરથી ૨૫૦ વર્ષ પૂર્વે જૈન પરંપરા પ્રમાણે ચેથા આરાના અંતમાં થયે હતે. પાર્શ્વનાથ ત્રેવીસમા તીર્થંકર પરમાત્માનું સ્વરૂપ જ એવું છે કે તેમના મરણ માત્રથી – અપૂર્વ ભક્તિથી જીવે દુઃખથી મુક્ત થાય છે. જેમ પોરસમણિના સ્પર્શથી લેતું એનું બને છે તેમ પરમાત્માની ભક્તિથી દાનવ માનવ અને પામર પરમ બને છે.
તે કાળે ભારતભૂમિ પર અનેક પ્રકારના કિયાકાંડે અને યજ્ઞયાગાદિને પ્રચાર અને પ્રસાર સવિશેષ હતું. યમનિયમના સાચા સ્વરૂપની સમજ ઓસરતી જતી હતી અને લોકે લૌકિક માન્યતા અને ક્રિયાને જ ધર્મ માનતા થયા હતા. વળી યજ્ઞો તે કથંચિત્ હિંસાત્મક રૂપ લેતા થયા હતા, અને મૂક રષ્ટિનાં પશુઓના ભાગ લેવાતા હતા. લોકોમાં એક પ્રકારની અંધશ્રદ્ધા વ્યાપી ગઈ હતી. ધર્મ ક્ષેત્રે અંધકારમય પરિસ્થિતિને નિવારવા ભારતભૂમિ પર એક દિવ્ય જ્યોતિ પ્રગટ થઈ
પાર્શ્વનાથનું દેવલોકથી ધરતી પર આગમન
આ ભરતક્ષેત્રમાં ગંગાનદીને કિનારે વારાણસી નામે એક ભવ્ય નગરી હતી. ધર્મવત્સલ રાજા-પ્રજાની એ નગરીમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com