________________
ભગવાન મહાવીર સ્વામીનું
દીવ્ય જીવન
© ૮૩
રહ્યું હતું. જ્યાં એક જ વ્યક્તિના હાથમાં રહેલી રાજ્યસત્તા દિવસે દિવસે બગડતી ગઈ. કેમકે એક વ્યક્તિની પાછળ સ્વાર્થોધ પંડિતેનું તથા ભ્રષ્ટ રાજનૈતિકેનું પરિબળ એવી રીતે વધી ગયું હતું કે પરિણામ સ્વરુપે દેશમાંથી અહિંસા, સંયમ તથા સદાચાર આદિ શક્તિઓને હાસ પણ થતે ગયે. જેથી રાજા, રાજસત્તા તથા શ્રીમંતેનું માનસિક જીવન, મદિરાપાન, પર-સ્ત્રી–ગમન તથા શિકારનું ગુલામ બન્યું અને એક રાજા, બીજા, ત્રીજા રાજાઓ સાથે વાતવાતમાં જંગ ખેલવાને શેખીન બની ગયું હતું. આ બધાનું તાત્પર્ય એ જ રહ્યું કે પૂરા દેશમાં રાજસત્તા, પંડિતસત્તા તથા શ્રીમંત સત્તા પરસ્પર કટ્ટર શત્રુ બની ગઈ
શિકાર એક જ હોય અને શિકારી અનેક હોય, ત્યાં એક જ શિકાર ભલે તે વેશ્યા હોય કે પરસ્ત્રી; તે અનેકને રણ મેદાનની હેળીમાં ભસ્મસાત્ કરવાને પૂર્ણ સમર્થ છે.
હિન્દુસ્તાનના રાજાઓની આ જ દશા હતી, તેથી જ ફક્ત નામના જ રામસિંહ, લક્ષ્મણસિંહ, બહાદુરસિંહ વગેરે રહી ગયા હતા, અર્થાત્ પોતપોતાના નામની પાછળ “સિંહ” શબ્દ કાયમ રહી ગયા હતા, પરંતુ આંતરજીવન તે સુરા અને સુંદરીનાં પાપથી શિયાળ જેવું બની ગયું હતું.
અનાર્યવૃત્તિના પોષક રાજા ગદંભિલે જ્યારે એક દિવસ ઉજજૈનના બજારમાંથી સાધ્વીરત્ન, શિયળમૂર્તિ “સરસ્વતી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com