________________
૭૮ | ભગવાન મહાવીરસ્વામીનું
” દીવ્ય-જીવન (૪) સવારો મેદાયો વેરમાં :
જેનાથી વિષય-વાસને ઉત્પન્ન થાય તથા ભુક્ત ભોગેની યાદ આવે, તેવા સંસર્ગ, સાહિત્ય, ચિત્ર વગેરેના દર્શન, સ્પર્શન, મરણ, પઠન આદિને ત્યાગ કરે એ જ બ્રહ્મચર્યધર્મ છે, એ માટે નવ-વાડો ઉપદિષ્ટ છે -
(૧) જ્યાં સ્ત્રી, નપુંસક તથા સ્ત્રીનું ચિત્ર પણ હોય, ત્યાં ન રહેવું.
(૨) સ્ત્રીઓની સાથે સરાગ કથાને ત્યાગ.
(૩) જ્યાં સ્ત્રીઓ બેઠી હોય, તે સ્થાન પર બે ઘડી અર્થાત્ ૪૮ મિનિટ પહેલાં સાધુએ બેસવું નહિ.
(૪) આસપાસના મકાનમાં દંપતીનાં વિષય-વિલાસ તથા વાતચીત થતાં હોય, તે જેવાં કે સાંભળવા ન જોઈએ.
(૫) ગૃહસ્થાશ્રમમાં કરેલાં ભેગેની સ્મૃતિને પણ ત્યાગ. (૬) શરીર વિભૂષાને સર્વથા ત્યાગ. (૭) અત્યંત ગરિષ્ઠ ભેજનને ત્યાગ. (૮) સાદું ભેજન પણ અલ્પ માત્રામાં કરવું. (૯) સ્ત્રીઓનાં અંગોપાંગ સરાગ દષ્ટિથી જોવા નહિ.
આ નવ-વાડેના પાલનથી બ્રહ્મચર્યધર્મની આરાધના સુલભ બને છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com